તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ અગ્રણીનું મોત:ગાંધીનગરની હોટલમાં દવા પી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અગ્રણીનો આપઘાત, 2017માં ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝીણાભાઈ ડેડવારિયાએ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઋત્વિક મકવાણા સામે ચૂંટણી લડ્યા હતા
  • હોટલનો સ્ટાફ તેમને સારવાર અર્થે સિવિલ લઈ ગયો હતો, સિવિલમાં આજે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું

ગાંધીનગરના ચિલોડા છાલા પાસેની એક હોટલમાં ગઈકાલે 55 વર્ષીય ઝીણાભાઈ ડેડવારિયાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી લેતાં આજે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક ભાજપા તરફથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે. જોકે હાલમાં સિવિલ હોસ્પિટલ પહોંચેલી ચિલોડા પોલીસ દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે.

બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર ચોટીલાના ઝીણાભાઈ નાઝાભાઈ ડેડવારિયા ગઈકાલે ગાંધીનગર આવ્યા હતા અને ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા છાલા પાસેની પલક હોટલમાં રોકાયા હતા. સાંજ પડી ગઈ હોવાથી તેમણે જમવાનો ઓર્ડર આપ્યો હતો. થોડીવાર પછી હોટલનો કર્મચારી તેમને જમવાનું આપવા ગયો હતો. એ વખતે ઝીણાભાઈના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને તેઓ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. એને પગલે તેણે બૂમાબૂમ કરીને હોટલના અન્ય કર્મચારીઓને બોલાવી લીધા હતા. બાદમાં તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

મૃતકનાં પરિવારજનોને પણ સિવિલ બોલાવાયા
હોસ્પિટલના ફરજ પરના તબીબે ઝીણાભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સિવિલના આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા, જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે ચિલોડા પોલીસ મથકના જમાદાર મનીષભાઇ સિવિલ દોડી ગયા હતા અને મૃતકનાં પરિવારજનોને પણ સિવિલ બોલાવી લેવામાં આવ્યા હતા. વર્ષ 2017માં ઝીણાભાઈ ભાજપા તરફથી ધારાસભ્યની ચૂંટણી લડયા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.

ગઈકાલે પોતાના વિસ્તારની રજૂઆત માટે તેઓ ગાંધીનગર આવ્યા હતા અને આજે સવારે સારવાર દરમિયાન અટેક આવતાં તેમનું મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સાંપડી રહી છે. હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. મૃતકના સગાની પૂછપરછ કર્યા બાદ તેમજ પીએમ રિપોર્ટ આવ્યા પછી મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...