તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વાવોલથી ઉવારસદ બાયપાસ રોડના અધૂરાં કામથી વાહનચાલકો ત્રસ્ત

ગાંધીનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
વાવોલથી ઉવારસદના બાયપાસ રોડનું અધૂરુ કામ તાકિદે પૂર્ણ કરવા સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે. - Divya Bhaskar
વાવોલથી ઉવારસદના બાયપાસ રોડનું અધૂરુ કામ તાકિદે પૂર્ણ કરવા સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે.
 • સોસાયટીના માર્ગ પરથી પસાર થતા અનેક ભારે વાહનો
 • 6 માસથી ચાલી રહેલા માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કરાય તેવી સ્થાનિક લોકોની માગણી: અનેક રહીશોને પણ પડતી હાલાકી

ગાંધીનગર| વાવોલ સોસાયટીઓમાંથી ભારે વાહનોની અવર જવરને રોકવા ઉવારસદ તરફ જતો બાયપાસ રોડ બનાવાયો છે. પણ છ માસથી માર્ગનું કામ અધુરૂ રહેતા નાછૂટકે ભારે વાહનો સોસાયટીના માર્ગથી પસાર થતા અન્ય નાના વાહનચાલકો અને રહીશોને હાલાકી પડી રહી છે.

વાવોલથી ઉવારસદના માર્ગની બન્ને સાઇડ સોસાયટીઓ બની જતા અકસ્માત જેવી ઘટનાને ખાળવા માટે અઢી કિલોમીટરનો બાયપાસ રોડ બનાવવામાં આવ્યો છે. જોકે બાયપાસ રોડની કામગીરી અધુરી રહેતા ભારે અને નાના વાહનોને પસાર થવામાં હાલાકી પડી રહી છે. બાયપાસ રોડની અધુરી કામગીરી છ મહિનાથી હોવાથી ભારે વાહનો સોસાયટીના માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા છે. આથી સોસાયટીના રહિશોને ગમે ત્યારે જીવલેણ અકસ્માત થવાની દહેશત છે. વાવોલથી ઉવારસદ તરફ જતા બાયપાસ માર્ગનું અધુરૂ કામ જ્યારે મોટો જીવલેણ અકસ્માત થયા બાદ બનશે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. બાયપાસના અધુરા કામને પગલે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો