અકસ્માત:રણાસણ બ્રિજ પાસે બાઇક વચ્ચે કૂતરું આવતા ચાલકનું મોત

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકનુ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ચિલોડા હિંમતનગર હાઇવે પર આવેલા રણાસણ બ્રિજ પાસે એક યુવક બાઇક લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન વચ્ચે રખડતુ કૂતરુ આવી ગયુ હતુ. જેમા બાઇક સ્લીપ ખાઇ જતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. 108 દ્વારા યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત થતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ 45 વર્ષિય હિમાંશુ દિલીભાઇ ખમાર (રહે, ધીરજ હાઉસિંગ, મણીનગર) અમદાવાદમા આવેલી ખાનગી કંપનીમા નોકરી કરે છે. આ બનાવ અંગે ડભોડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ હતી કે, તેના ભાઇ ભાભી સાથે સંયુક્ત પરિવારમા રહે છે. ત્યારે ગત 16 નવેમ્બરે હિમાંશુ ઘરે હતો, તે દરમિયાન તેના મોબાઇલમા તેના ભાઇ રાકેશ દિલીપભાઇ ખમારના મોબાઇલમાંથી ફોન આવ્યો હતો અને સામે વાળી વ્યક્તિએ કહ્યુ હતુ કે, આ ભાઇને અકસ્માત થતા ઇજાગ્રસ્તને ગાંધીનગર સિવિલ લઇ જવાતો હોવાની વાત પણ કરી હતી. જેને લઇને ઇજાગ્રસ્તનો પરિવાર સીધો જ ઘરેથી ગાંધીનગર સિવિલ પહોંચ્યો હતો.

આ દરમિયાન ઇજાગ્રસ્તની તાત્કાલિક સારવાર વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. તે સમયે જાણવા મળ્યુ હતુ કે, આ ભાઇ મોટા ચિલોડાથી નાના ચિલોડા તરફ જઇ રહ્યો હતો. તે સમયે તેના બાઇક લઇને જઇ રહ્યો હતો, ત્યારે વચ્ચે કુતરુ આવી ગયુ હતુ અને બાઇક સ્લીપ ખાઇ જતા ઇજાગ્રસ્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...