તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન:ગાંધીનગરનાં હેલિપેડ ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશનનો પ્રારંભ, વહેલી સવારથી લોકો રસી લેવા આવી પહોંચ્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશનમાં આશરે 200 થી વધુ વાહનોની લાંબી કતાર લાગી ગઈ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી સેકટર 17 માં આવેલ હેલિપેડના એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશનનો પ્રારંભ કરાયો છે. જેને આજે વહેલી સવારથી જ નગરજનો દ્વારા બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોને વેક્સિનેશન થઈ ચૂક્યું છે.

ગેટ નંબર 9 પાસે ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન શરૂ કરવામાં કરવામાં આવ્યું

આજે શનિવારે હેલિપેડના એક્ઝિબિશન ગ્રાઉન્ડ ગેટ નંબર 9 પાસે ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન શરૂ કરવામાં કરવામાં આવ્યું હતું. જેમાં 45 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ કોરોનાનો પ્રથમ કે બીજો ડોઝ લઇ શકશે. આ માટે સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલમાં સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી અત્રે કોરોનાની રસી આપવામાં આવી રહી છે.

સવારથી જ 200 થી વધુ વાહનમાં નગરજનો વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા

વહેલી સવારથી જ નગરજનો મોટી સંખ્યામાં હેલિપેડ એક્ઝિબિશન ગામ ખાતે પોતાના વાહનોમાં આવી પહોંચ્યા છે. આશરે 200 જેટલા વાહનોની કતાર લાગી ગઈ છે. આ માટે કોર્પોરેશન દ્વારા બે બુથપરથી વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દવેએ જણાવ્યું હતું કે ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશનના પ્રોજેક્ટને બોળો પ્રતિસાદ મળી રહ્યો છે. સવારથી જ 200 થી વધુ વાહનમાં નગરજનો વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા છે. 45 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓને ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે.

ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશનમાં પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ મળ્યો

ત્યારે વેક્સિન આપ્યા બાદ લાભાર્થીને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ માટે ડોક્ટરોની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને વેક્સિનેશન કરી દેવામાં આવી છે. સવારે નવથી એક દરમિયાન ચાલનારા ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશનમાં પ્રથમ દિવસે જ બહોળો પ્રતિસાદ મળ્યો છે.

ટુ વ્હિલરના લાભાર્થીઓને વિરોધ બાદ રસી આપી
ડ્રાઇવ થ્રુ વેક્સિન લેવા માટે ટુ વ્હિલર ચાલકો પણ આવ્યા હતા. જોકે પ્રથમ તબક્કે તો ટુ વ્હિલર ચાલકોને વેક્સિન અપાશે નહીં. માત્ર ગાડીના લાભાર્થીઓને જ વેક્સિન અપાશે તેમ કહેતા ટુ વ્હિલર લઇને આવેલા લાભાર્થીઓમાં વિરોધ ઉઠ્યો હતો. જોકે ત્યારબાદ મનપાના નાયબ કમિશનર પ્રિતેશ દવેએ વેક્સિન આપવામાં આવશે તેમ કહેતા વિરોધ શાંત થયો હતો.

ડ્રાઇવ થ્રુ વેક્સિનથી સંક્રમિત થવાનો ડર રહેતો નથી : રસી લેનાર પ્રથમ મહિલા
પ્રથમ વેક્સિન લેનાર મહિલા શિલ્પાબેન પટેલને જણાવ્યું કે પ્રથમ ડોઝ આંબલી અર્બન હેલ્થ સેન્ટરમાં લીધો હતો. ડ્રાઇવ થ્રુ વેક્સિનથી પોતાની જ ગાડીમાં બેસીને વેક્સિન માટે લાઇનમાં ઊભા રહેવાથી સંક્રમણનો ડર રહેતો નથી.

કોરોનાથી બચવું હોય તો વેક્સિન લેવી જરૂરી : પ્રથમ વેક્સિન લેનાર યુવાન
ડ્રાઇવ થ્રુ વેક્સિનમાં પ્રથમ રસી લેનાર પંકજભાઇ પટેલે જણાવ્યું કે વેક્સિનના બન્ને ડોઝ લીધો છે. કેમ કે કોરોનાથી બચવું હોય તો વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. કોરોના થાય તો પણ માઇનોર અસર થાય છે.

ટેક્નિકલ કારણસર નવું રજિસ્ટ્રેશન કરવું પડ્યું
ડ્રાઇવ થ્રુ વેક્સિન લેવા આવેલા અમુક લાભાર્થીઓમાંથી પ્રથમ ડોઝ લેનારનો મોબાઇલ નંબર નાંખવા છતાં ઓનલાઇન રજિસ્ટ્રેશન બતાવતું નહી. આથી નવું રજિસ્ટ્રેશન કરાતુ હતું. જોકે આવી સ્થિતિ અમુક લોકોમાં જ થતી હતી.

ઓનલાઇન, ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા
2 રીતે રજિસ્ટ્રેશન કરી શકાય છે, જેેમાં સરકારની કો-વિન એપથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે. ઉપરાંત ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનથી પણ આવેલા લાભાર્થીઓને વેક્સિન આપી શકાશે. વેક્સિન માટે ગેટમાં પ્રવેશ કર્યા બાદ મનપાના 4 કર્મી દ્વારા મોબાઇલના માધ્યમથી ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કર્યા બાદ માત્ર 10 મિનિટમાં જ વેક્સિનનો નંબર આવી જાય છે. વેક્સિન લીધા બાદ ડોમની ખુલ્લી જગ્યામાં અડધો કલાક બેસવાનું તું.તેમજ કોઈ મેડિકલ સમસ્યા ઉભી થાય તે માટે 2 એમ્બ્યુલન્સ તૈનાત રખાઈ હતી.

મર્યાદિત સમયથી અનેક લોકોને પરત જવું પડ્યું
ડ્રાઇવ થ્રુ વેક્સિન માટે મનપા દ્વારા સવારે 9થી બપોરે 1 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. આથી અનેક લાભાર્થીઓએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં સમય પૂર્ણ થતાં વેક્સિન લીધા વિના પરત જવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...