વાહન ચાલકો સાવધાન:ગાંધીનગર પોલીસ દ્વારા સીટબેલ્ટ અને હેલમેટની ડ્રાઈવ

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર સહિત રાજ્યભરમાં રવિવારથી હેલમેટ અને સીટ બેલ્ટની ડ્રાઈવ શરૂ થઈ છે. જેમાં ગાંધીનગરના મુખ્ય સર્કલો સહિત 39 જેટલા સ્થળો પર પોલીસ ડ્રાઈવ યોજી હતી. જેમાં પોલીસ દ્વારા હેલમેટ અને સીટ બેલ્ટ વિનાના વાહન ચાલકોને રોકીને દંડવામાં આવ્યા હતા. વધતા અકસ્માતમાં હેલમેટ અને સીટ બેલ્ટ વિના ગંભીર ઇજાઓ અથવા મોત થતું હોવાનું રોડ સેફટી કાઉન્સિલના તારણમાં આવ્યું હતું, જેના કારણે દંડ વસુલવાનું શરૂ કરવામાં આવ્યું છે.

4 દિવસ અગાઉ રાજ્યના ગુજરાત સ્ટેટ ટ્રાફિક મહાનિરક્ષિક પિયુષ પટેલે તમામ શહેરના પોલીસ કમિશનર તથા તમામ જિલ્લાના SPને હેલ્મેટ અને સીટ બેલ્ટ વિનાના વાહન ચાલકો માટે ડ્રાઈવ રાખવા જણાવ્યું હતું. જે બાદ સોમવારથી ગાંધીનગર સહિત રાજ્યભરમાં ડ્રાઈવ શરૂ થઈ છે જે 15 માર્ચ સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...