બેઠક:જિલ્લાનાં 4 ગામોમાં પીવાનાં પાણીનાં રૂ. 2.21 કરોડનાં કામો મંજૂર કરાયાં

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરને લીલી ઝંડી મળી
  • અગાઉ મંજૂર કરાયેલાં કામોની કામગીરીની માહિતી કલેક્ટરે માંગ

જિલ્લાના માણેકપુર, ઇટલા, સાંતેજ અને જલુન્દ્રા ગામમાં પીવાના પાણીની ટાંકી, કનેક્ટિવિટી પાઇપ, પમ્પિંગ અને જોબ કનેક્શન સહિતની કામ માટે રૂપિયા 2.21 કરોડની મંજુરી આપી છે. ગાંધીનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરને લીલી ઝંડી આપી હતી.

ગાંધીનગર જિલ્લાના ગામોમાં પાણીની વ્યવસ્થા સબંધિત કામગીરી ગાંધીનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતી દ્વારા કરવામાં આવે છે. તેમાં જિલ્લાના માણેકપુર, સાંતેજ, ઇટલા અને જલુન્દ્રા ગામોમાં પીવાના પાણીની યોજના સબંધિત ખૂટતી વ્યવસ્થા પૂરી કરવા માટે રૂપિયા 2.21 કરોડના નવીન કામોને જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્યએ મંજુરી આપી છે.

આ બેઠકમાં કલેક્ટરે આદેશ કર્યો હતો કે જિલ્લાના જે ગામોમાં પાણી વ્યવસ્થા સબંધિત જે કામો હાલમાં ચાલુ હોય તેને સત્વરે ઝડપથી પૂર્ણ કરવામાં આવે. ઉપરાંત કામની ગુણવત્તા જળવાય તેની પણ કાળજી રાખવા સબંધિત અધિકારીઓને સુચના આપી હતી. ઉપરાંત ગાંધીનગર તાલુકાના મોટી આદરજ, વાંકાનેરડા, રાયપુર, અડાલજ, શેરથા અને ચેખલારણી ગામોમાં કામ ચાલુ છે. જ્યારે માણસા તાલુકાના ચરાડા, સોલૈયા, વેડા, વિહાર અને લોદરા ગામમોમાં કામો ચાલી રહ્યા છે.

ઉપરાંત કલોલ તાલુકાના હાજીપુર, સોજા, સઇજ, છત્રાલ, બાલવા, રકનપુર અને કોઠા ગામોમાં પાણીની ટાંકી, પાઇપલાઇન, સંપ જેવી પાણી સબંધિત કામો કેટલા પૂર્ણ થયા તેની વિગતો કલેક્ટરે મેળવી હતી. જ્યારે નવા મંજુર કરેલા કામોમાં દહેગામ તાલુકાના જલુન્દ્રામાં રૂપિયા 22.39 લાખના ખર્ચે એક લાખ લીટર પાણીની ક્ષમતાવાળી 12 મીટર ઉંચી પાણીની ટાંકી તેમજ કનેક્ટીવટી, પાઇપ પમ્પીંગ અને જોબ કનેક્શનના કામો કરાશે. જ્યારે માણસાના માણેકપુર ગામાં રૂપિયા 13.4 લાખના ખર્ચે 3 લાખ લીટરની ક્ષમતાવાળો ભુર્ગભ સંપ, કનેક્ટીવીટી, પાઇપ, પમ્પીંગ મશીનરી અને જોબ કનેક્શન કરાશે. ઇટલા ગામમાં 1.5 લાખ લીટરની ક્ષમતાવાળો ભુર્ગભ સંપ, કનેક્ટીવીટી, પાઇપના કામો કરાશે. સાંતેજમાં રૂપિયા 38.12 લાખના ખર્ચે 1.5 લાખ લીટરની ક્ષમતાની 12 મીટર ઉંચી ટાંકી અને બે લાખ લીટરની ક્ષમતાવાળો ભુગર્ભ સંપ, કનેક્ટીવટી, પાઇપ અને પમ્પીંગ મશીનરી, વીજળીકરણ સહિતની કામગીરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...