આદેશ:શિક્ષકોના વહીવટી પ્રશ્નોના ઉકેલ માટે ડીપીઇઓનો આદેશ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલોના આચાર્યોને આદેશ અપાયો

જિલ્લાના પ્રાથમિક શાળાઓના શિક્ષકોના સત્વરે પૂર્ણ થાય તે માટે શાળાના આચાર્યોને શું શું કામગીરી કરવી તેનો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. શિક્ષકોના પેન્શન કેસ, સીપીએફ નંબર સહિતના પ્રશ્નો અંગે સમયસર દરખાસ્ત કરવાનો આચાર્યોને આદેશ કર્યો છે.

ગાંધીનગર જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોના વહિવટી પ્રશ્નોનો ઝડપી અને સરળતાથી નિકાલ થાય તે માટે શાળાઓના આચાર્યોનું શું શું કામગીરી કરવી તેની સુચના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિએ આપી છે. જેમાં જે શાળાનો શિક્ષક નિવૃત્ત થતો હોય તેના પેન્શન કેસને એક વર્ષની અંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં રજુ કરવાના રહેશે.

જેથી નિવૃત્ત થતા શિક્ષકનો નિવૃત્તિના પ્રથમ દિવસથી પેન્શન ચાલુ થઇ જાય તેમજ નિવૃત્તિ પછીના તમામ લાભો સમયસર મળી રહે તેની તકેદારી રાખવી. શિક્ષકો પુરા પગારમાં સમાવવા અંગેનો હુકમ મળ્યાને દિન-1માં સીપીએફ નંબર ખોલાવવાની દરખાસ્ત કરવાની રહેશે. જે શિક્ષકનું જે તારીખે ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તેવા કર્મચારીઓના પરિવારને તેજ તારીખથી ઉચ્ચક નાણાંકિય સહાય મળી રહે તે એક મહિનામાં નાણાંકિય સહાયની દરખાસ્ત કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...