કોરોના સંક્રમણ:મનપા વિસ્તારમાં 13 સામે 4 તાલુકામાં ડબલ 27 કેસ

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમિતોની સામે 38 દર્દીઓ સાજા

જિલ્લામાં કોરોનાના નવા 40 કેસમાં મહાનગર પાલિકા વિસ્તારમાંથી 13ની સામે ચાર તાલુકામાંથી ડબલ 27 કેસ નોંધાયા છે. કોરોનાથી સંક્રમિતોમાંથી બે દર્દીઓને હોસ્પિટલમાં અને 38 દર્દીઓને હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે. જ્યારે સંક્રમિતોની સામે 38 દર્દીઓ સાજા થયા છે.

સોમવારે જિલ્લામાંથી નોંધાયેલા 40 કેસમાં મનપા વિસ્તારમાંથી 13 અને ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 27 કેસ નોંધાયા છે. મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ સેક્ટર-2ની 48 વર્ષીય મહિલા, સેક્ટર-6ની 20 વર્ષીય યુવતી, સેક્ટર-7નો 32 વર્ષીય યુવાન, સેક્ટર-12નો 37 વર્ષીય યુવાન, સેક્ટર-24નો 20 વર્ષીય યુવાન, સેક્ટર-30ની 47 વર્ષીય મહિલા, કોબાનો 28 વર્ષીય યુવાન, કુડાસણનો 34 વર્ષીય યુવાન, સરગાસણમાંથી 44 વર્ષીય મહિલા, 49 વર્ષીય આધેડ, વાવોલમાંથી 53 વર્ષીય આધેડ, 32 વર્ષીય યુવાન અને 11 વર્ષીય વિદ્યાર્થી સંક્રમિત થયો છે.

જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ દહેગામ તાલુકાના નગરપાલિકા વિસ્તારની 16 વર્ષીય વિદ્યાર્થીની, ધારીસણાનો 9 વર્ષનો વિદ્યાર્થી, જાલીયામઠની 14 વર્ષીય વિદ્યાર્થીની, રખિયાલના 70 વર્ષીય વૃદ્ધ, 32 વર્ષય યુવાન, 40 વર્ષીય યુવાન, 11 વર્ષીય વિદ્યાર્થીની, 47 વર્ષીય મહિલા, 69 વર્ષીય વૃદ્ધ સાહેબજીના મુવાડાની 24 વર્ષીય યુવતી, 40 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થઇ છે.

ગાંધીનગર તાલુકાના ધરમપુરની 35 વર્ષીય મહિલા, સાદરાનો 35 વર્ષીય યુવાન, વૃદ્ધ, પીંપલજમાંથી 20 વર્ષીય વિદ્યાર્થી, 19 વર્ષીય વિદ્યાર્થીની, 21 વર્ષીય વિદ્યાર્થીની, 20 વર્ષીય વિદ્યાર્થીની, ઇસનપુરનો 18 વર્ષીય વિદ્યાર્થી, રૂપાલનો વિદ્યાર્થી કોરોનામાં સપડાયો છે.

અન્ય સમાચારો પણ છે...