તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:રસી પહેલાં અંધશ્રદ્ધા દૂર કરવાનો ડોઝ, સમાજ, સમજાવટ અને શેરીનાટક

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરપંચો, પંચાયત સભ્યો, સમાજોના આગેવાનોને સાથે રાખી 100 ટકા રસીકરણ કરાયું. - Divya Bhaskar
સરપંચો, પંચાયત સભ્યો, સમાજોના આગેવાનોને સાથે રાખી 100 ટકા રસીકરણ કરાયું.
  • 100 ટકા કામગીરી : વેડા અને મહુડી આરોગ્ય કેન્દ્રોનાં 14 ગામોની 27021 વસ્તીએ પ્રથમ ડોઝ લીધો

ગ્રામ્ય વિસ્તારોના લોકોની રસી પ્રત્યેની ગેરમાન્યતા અને અંધશ્રદ્ધા દૂર કરવા માટે ગાંધીનગર જિલ્લા તંત્રે સમાજ, સમજાવટ અને શેરીનાટક, એમ ત્રિવિધ આયોજન કર્યું હતું. આ આયોજનને પગલે વેડા અને મહુડી, એમ 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતાં 14 ગામોમાં પહેલા ડોઝનું 100 ટકા રસીકરણ પૂરું થયું છે. આ ગામોના કુલ 27021 લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે.

જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે જે ગામોમાં પહેલા ડોઝનું 50 ટકાથી વધુ રસીકરણ થયું હોય તેવાં ગામોની યાદી તૈયાર કરીને પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઑફિસર સહિતના સ્ટાફને સઘન વેક્શિનેશનની સૂચના આપી હતી. ઉપરાંત આવા ગામોના સરપંચ તેમજ તલાટીઓને પત્ર લખીને ગ્રામ પંચાયતના સભ્યો, ગામના તેમજ સમાજના અગ્રણીઓને સાથે રાખીને લોકોને રસી લેવાથી થતા ફાયદાની જાણકારી આપવાની સૂચના આપી હતી.

જિલ્લાનાં ગામોમાં જે સમાજના લોકોમાં રસી મુદ્દે થયેલી ગેરમાન્યતાઓને દૂર કરવા ખાસ આયોજન કરાયું હતું, જેમાં સમાજના અગ્રણીઓ તેમજ જે વ્યક્તિઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય, તેમને સાથે રાખી અન્ય લોકોની સામે જ રસી આપીને ગેરમાન્યતાને દૂર કરી હતી. ઉપરાંત રાત્રી રસીકરણ કરીને મજૂરીકામ કરતા લોકોને પણ રસી અપાઈ હતી. અમુક ગામોમાં શેરી નાટકો કરીને લોકોને સમજાવ્યા હતા.

આ રીતે 100 ટકા રસીકરણ કરાયું

  • આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓએ કુલ 14 ગામોમાં 20 જેટલાં શેરી નાટકો કર્યાં.
  • વિવિધ સમાજના 90 જેટલા અગ્રણીએ રસી લેવાના લાભ અંગેની જાણકારી આપી.
  • સમાજના અગ્રણીઓને લોકોની વચ્ચે રસી આપી.
  • રસી લેનારા લોકોને કોઈ જ આડઅસર થઈ નથી, તેની માહિતી આપી.
  • સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યોને સાથે રાખીને વિવિધ સમાજના લોકોને સમજાવ્યા.

વેડા કેન્દ્રનાં 7 ગામોની 13771 વસ્તી

ગામવસ્તી
વેડા2568
મોતીપુરા225
પ્રેમપુરા516
આનંદપુરા1371
દેલવાડા2687
મંડાલી2486
ચડાસણા1218
અન્ય સમાચારો પણ છે...