ડોર ટુ ડોર સરવે:ગામડાઓમાં ડોર ટુ ડોર સરવે હાથ ધરી રસીનો પ્રથમ અને 84 દિવસ બાદ બીજો ડોઝ અપાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડોર ટુ ડોર સર્વે કરીને લાભાર્થીઓને રસી આપતા આરોગ્ય કર્મચારીઓ. - Divya Bhaskar
ડોર ટુ ડોર સર્વે કરીને લાભાર્થીઓને રસી આપતા આરોગ્ય કર્મચારીઓ.
  • જિલ્લાનાં 286 ગામોના કુલ 90 હજાર લોકોના સરવે હાથ ધરાશે

કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધાના 84 દિવસ પછી બીજો ડોઝ ન લેનારા લોકોને રસી આપવા માટે ડોર-ટુ-ડોર સરવે શરૂ કરાયો છે. જિલ્લાનાં 286 ગામોની કુલ 90 હજાર લોકોના સરવે માટે 125 આરોગ્ય કર્મચારીની ટીમ બનાવવામાં આવી છે.

સઘન રસીકરણથી કોરોનાને હરાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જોકે જિલ્લાના કુલ-286 ગામોના 18 વર્ષથી મોટી ઉંમરની કુલ-562874 લોકો છે. તેમાંથી પ્રથમ રસીનો ડોઝની કામગીરી 100 ટકા થઇ હોવાનું સીરો સર્વેમાં બહાર આવ્યું છે. જોકે રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ 84 દિવસ પછી આપવામાં આવે છે. ત્યારે રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવાનો સમય થવા છતાં નહી લેનાર લાભાર્થીઓ માટે જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગોત્તમના માર્ગદર્શન હેઠળ ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મોક રાઉન્ડ શરૂ કરીને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એચ.સોલંકીએ સુચના આપી છે કે રસીનો પ્રથમ ડોઝ નહી લીધો તેમને સમાવવીને રસી આપવાની રહેશે. ઉપરાંત રસીનો બીજો ડોઝ લેવાનો સમય થઇ જવા છતાં નહી લીધો તેમને બીજો ડોઝ આપવાનો રહેશે. ડોર ટુ ડોર સર્વે કરવા માટે ફિમેલ હેલ્થ વર્કર અને મેલ હેલ્થ વર્કરની કુલ-125 ટીમો બનાવવામાં આવી છે.

બીજા ડોઝના બાકી લોકોમાંથી અમુક અન્ય જિલ્લાના
કોરોનાથી બચવા માટે રસી લેવા માટે મહેસાણા, અમદાવાદ, અરવલ્લી, કપડવંજ, બનાસકાંઠા સહિતના જિલ્લાના લાભાર્થીઓ ગાંધીનગર જિલ્લામાં આવતા હતા. આથી રસીનો પ્રથમ ડોઝ લીધાને 84 દિવસ થઇ ગયા હોવા છતાં બીજો ડોઝ લેવાના બાકી લાભાર્થીઓનો આંકડો 92290 જેટલો મોટો જોવા મળે છે. જોકે વાસ્તવિક્તામાં તેમાંથી જિલ્લાના લાભાર્થીઓ ઓછા હશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. એચ. સોલંકીએ જણાવ્યું છે.

સરવે દરમિયાન 12259 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપ્યો
ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ માટે ડોર ટુ ડોર ચાલી રહેલા સર્વેમાં અત્યાર સુધીમાં કુલ 12259 લાભાર્થીને બીજો અને 2394 લાભાર્થીને પ્રથમ ડોઝ આપ્યો છે.

તાલુકોકોવિક્સિનકોવિશિલ્ડકુલ
ગાંધીનગર9391906620005
દહેગામ29411724120182
માણસા15471265814205
કલોલ81842971437898
તાલુકા કુલ136117867992290
અન્ય સમાચારો પણ છે...