તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગમચેતી પગલા:કોરોનાની સંભવિત ત્રીજી લહેરનાં આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગરમાં ડોર ટુ ડોર સર્વે ચાલુ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડબલ ઋતુનાં કારણે વાયરલ ઇન્ફેક્શન તાવ, શરદી ઉધરસના કેસો વધવા લાગ્યા

ગાંધીનગરમાં કોરોના મહામારીની બીજી લહેર મંદ પડતાં કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે ત્યારે શહેરમાં ડબલ ઋતુ ચાલી રહી હોવાથી શરદી તાવ ઉધરસ જેવાં વાયરલ રોગોનાં 100 જેટલાં કેસો સામે આવી રહ્યા છે ત્યારે આવનાર કોરોનાની ત્રીજી લહેરની અટકળો વચ્ચે ગાંધીનગરમાં ડોર ટુ ડોર સર્વે ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજય સહિત પાટનગર ગાંધીનગરમાં કોરોનાની બીજી લહેરની ગતિ ઘટી જવાથી કોરોના કેસો માં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેની સાથોસાથ કોરોના મૃત્યુ આંક પણ નહિવત થઇ ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસો સિંગલ ડિઝીટમાં આવતાં આરોગ્ય તંત્રએ પણ રાહતનો દમ લીધો છે. ત્યારે આવનાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અટકળો વચ્ચે કોરોનાના નવા ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરીએંટ દેખા દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મહારાષ્ટ્રમાં નવા વેરિએન્ટના કેસો સામે આવતા જ ગુજરાત સરકાર પણ સાબદી થઈ ગઈ છે. ગુજરાતમાં કોરોનાની ગતિ ઘટી જવાની સાથે ચોમાસુ ઋતુ બેસે તે પહેલાં પાણીજન્ય રોગ ચાળોનાં ફેલાય તે માટે ગાંધીનગર તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરી પોરા નાશક કામગીરી આરંભી દેવામાં આવી હતી. ચોમાસુ સિઝન શરૂ થઈ જવાથી નગરજનો ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે.

દિવસે અસહ્ય ગરમી ઉકળાટ તેમજ રાત્રે ઠંડક પ્રસરી જતી હોવાથી વાયરલ ઇન્ફેક્શનનાં રોગોની ફરિયાદ ઉઠવા લાગી છે. જેનાં પગલે શરદી ખાંસી, તાવ જેવા વાયરલ રોગોના કેસો દૈનિક 100 જેટલા સામે આવી રહ્યા છે. આ તમામ લક્ષણો કોરોના વાયરસની કેટેગરીમાં આવતા હોવાથી શંકાસ્પદ દર્દીઓને શોધી કાઢવા માટે ડોર ટુ ડોર સર્વે ચાલુ રાખવામાં આવ્યો છે.

આ અંગે કોર્પોરેશન સૂત્રોએ જણાવ્યું હતું કે મિશ્ર ઋતુના કારણે વાયરલ રોગોની ફરિયાદો મળી છે. શરદી, તાવ અને ખાંસી જેવા લક્ષણો કોરોનાની કેટેગરીમાં આવતા હોવાથી અગમચેતી પગલાંના ભાગરૂપે ડોર ટુ ડોર સર્વે કરી શંકાસ્પદ જણાતા દર્દીને પ્રાથમીક આરોગ્ય કેંદ્રમાં રીફર કરી કોરોના ટેસ્ટ કરવામાં આવતા હોય છે. દૈનિક સાતસો જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જો કે મોટાભાગના લોકોનાં ટેસ્ટ નેગેટિવ આવી આવે છે. પરંતુ બે ત્રણ દિવસ સુધી સતત તાવ શરદી કે ઉધરસ રહેતી હોય તેવા લોકોએ અચૂક કોરોના ટેસ્ટ કરાવી લેવાની પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...