સુવિધા:મુબારકપુરમાં પોલ્યુશન ફ્રી વાહનથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરાશે

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુબારકપુર ગામમાં ઇ-રીક્ષાથી ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવશે. - Divya Bhaskar
મુબારકપુર ગામમાં ઇ-રીક્ષાથી ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવશે.
  • 15માં નાણાંપંચમાંથી 3.50 લાખના ખર્ચે ગાર્બેજ ઇ-રીક્ષાનું લોકાર્પણ
  • ગ્રામજનોને ડસ્ટબીન અપાઈ: રીક્ષાનો કિ.મી. દીઠ 30 પૈસાનો ખર્ચ થશે

ગામને પ્રદુષણ મુક્તની સાથે સાથે સ્વચ્છ અને સ્વસ્થ ગામ બને તે માટે મુબારકપુર ગામમાં રૂપિયા 3.50 લાખના ખર્ચે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોને ડસ્ટબીન આપવામાં આવી હતી. માણેકપુર સૌ પ્રથમ વખત બેટરીથી સંચાલિત ગાર્બેજ કલેક્શન ઇ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામને પ્રદુષણની મુક્ત રાખવાની સાથે સાથે સ્વચ્છ અને સ્વસ્થ ગામ બને તે માટે ડોર ટુ ડોર કચરો ઉપાડવાની યોજના શરૂ કરી છે.

ગામની દરેક ઘરમાંથી ડોર ટુ ડોર કચરો ઉપડાવા માટે ઇ-રીક્ષા આપવામાં આવતા ગ્રામજનોને કચરો દુર નાંખવાની ઝંઝટમાંથી છુટકારો મળ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ઇ-રીક્ષા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરશે તેમાં પ્રતિ કિલોમીટર માત્ર 30 પૈસાનો ખર્ચ આવશે. આથી ગ્રામ પંચાયતને તેનો આર્થિક બોજો સહન કરવો પડશે નહી. આ પ્રસંગે ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલિયા, ગામના સરપંચ જૈમિન પટેલ, તલાટી પ્રતિકભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...