જૈન દેરાસર પણ અસુરક્ષિત:કુડાસણનાં શ્યામ સૃષ્ટિ કોમ્પલેક્ષનાં દેરાસરનું શટર તૂટયું , પંચધાતુની 24 પ્રતિમા સહિતનાં આભૂષણોની ચોરી

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના કુડાસણનાં શ્યામ સૃષ્ટિ કોમ્પલેક્ષમાં આવેલી દુકાનમાં બનાવેલા શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસરનાં શટર એક સાઈડથી ઊંચુ કરી તસ્કરો અંદરથી પંચધાતુની 24 પ્રતિમા, આંગી કવર, મુગટ, કાનના કુંડળ, ભગવાનનો હાર સહિતના આભૂષણો મળીને રૂ. 75 હજારની મત્તા ચોરીને ફરાર થઈ જતાં ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસરનું શટર તૂટયું
કુડાસણ શ્યામ સૃષ્ટિ કોમ્પલેક્ષમાં દુકાન નંબર - 43 માં બનાવેલા શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસરનાં ટ્રસ્ટી મૌલિક શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ, દેરાસરના પુજારી તરીકે બળદેવજી ભિખાજી ઠાકોર (રહે. પોર) સેવા આપી રહ્યા છે. આજરોજ સવારના મૌલિકભાઈ ઘરે હાજર હતા. તે વખતે આશરે સાડા છ વાગ્યાના સમયે સમાજના નિલાગભાઇ શાહે દેરાસરનું શટર તૂટેલું હોવાની જાણ કરી હતી.

75 હજારની કિંમતના આભૂષણોની ચોરી થઈ
મૌલિકભાઈ તથા અન્ય ટ્રસ્ટના માણસો તુરંત દેરાસર ખાતે દોડી ગયા હતા. જ્યાં દેરાસરનુ શટર એક બાજુના છેડેથી બળ પ્રયોગ કરી તોડેલ હાલતમાં હતુ. જેથી ફોન કરી પુજારી બળદેવજી ઠાકોરને બોલાવી લેવામાં આવ્યા હતા. બાદમાં દેરાસરમાં તપાસ કરતાં દેરાસરમાં મુકેલ સંભવનાથ ભગવવાની પંચ ધાતુની ચોવીસી પ્રતિમા, જુદીજુદી ધાતુમાંથી બનાવેલ આગી કવર, મુટ, કાનના કુંડળ, ભગવાનનો હાર મળીને રૂ. 75 હજારની મત્તા તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું.

ડોગ સ્કવોડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવી પોલીસે તપાસ હાથ ધરી
આ મામલે જાણ થતાં ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડ સ્ટાફના માણસો સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને ડોગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવી આસપાસમાં સીસીટીવી કેમેરાની ચકાસણી શરૂ કરી દીધી હતી. અને મૌલિકભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસનો દોર શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...