ખાસ એક્શન પ્લાન:તહેવારો દરમિયાન નશો કરીને ફરતા નશેડીઓની ખેર નહીં !! , પોલીસ છૂપા વેશમાં પેટ્રોલિંગ કરશે

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટનગરમા તહેવારો દરમિયાન યુવાનોમા નશો કરવાનુ ચલણ છાને ખૂણે જોવા મળતુ હોય છે. યુવાનો તહેવારમા ખર્ચ કરવાની જગ્યાએ નશો કરતા પણ જોવા મળતા હોય છે. ત્યારે નશાની હાલતમા કોઇ વ્યક્તિનો તહેવાર ના બગડે માટે શહેરની પોલીસ છુપા વેશમા પેટ્રોલીંગ કરશે. જેમા નશો કરીને બેફાર્મ બનતા નશેડીઓ ઉપર ખાસ નજર રાખશે.

ભારત વર્ષની ભાતીગળ સંસ્કૃતિના મહાનપર્વ દિવાળીનો તહેવાર છે. રોશની કરીને જીવનને પ્રકાશમય કરવાના સંકલ્પ લેવામા આવતા હોય છે. પાંચ દિવસીય તહેવારમા ગુજરાતીઓ મનભરીને મજા કરતા હોય છે. તેવા સમયે તહેવારની મજા કોઇની સજા ના બની જાય તેનુ પણ ધ્યાન રાખવુ જરૂરી છે.

ગાંધીનગર શહેર કર્મચારીઓનુ નગર ગણાય છે, દિવાળીના તહેવારમા મકાન બંધ કરીને શહેરીજનો વતનની વાટ પકડતા હોય છે. જેને લઇને જિલ્લા પોલીસ દ્વારા આ દિવસો દરમિયાન ખાસ એક્શન પ્લાન બનાવવામા આવ્યો છે.