મારામારીની ફરિયાદ:દોલારાણા વાસણામાં ખેતરના નાણા માગતા વિધવાને માર માર્યો

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ વાર્ષિક 25 હજારના ભાવે જમીન વાવવા આપી હતી

દોલારાણા વાસણા ગામમા રહેતી વિધવા મહિલાએ તેના ખેતર ગામમાં જ રહેતા વ્યક્તિને વાર્ષિક 25 હજારના ભાવની ઉધેડ આપ્યા હતા. જ્યારે મહિલા ખેતરના નાણાં માગવા જતા ગામનો વ્યક્તિ અને તેનો પરિવાર મહિલાને અપશબ્દો બોલવા લાગ્યો હતો. બંને દિકરા મહિલાને માર મારવા લાગ્યા હતા. એકલી મહિલાને માર મારાતા બુમરાણ મચાવી હતી. જેને લઇને ત્યાંથી પસાર થતા ગામના નાગરિકે મહિલાને મારમાંથી બચાવી હતી. ત્યારબાદ ચાર લોકો સામે ચિલોડા પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ વિજ્યાલક્ષ્મીબા પુષ્પરાજસિંહ રાઠોડ (રહે, દોલારાણા વાસણા)એ ફરિયાદ નોંધાવી હતી કે, હુ પશુપાલનનો વ્યવસાય કરુ છુ. જ્યારે ગામમાં જમીન ધરાવુ છુ, જેને મેલાજી લક્ષ્મણજી ઠાકોર વાર્ષિક 25 હજારના ભાડા પેટે એક વર્ષ પહેલા જમીન વાવેતર કરવા માટે આપી હતી. તે ઉપરાંત ત્રણ મહિના પહેલા એક ઘોડી પણ 50 હજારની કિંમતમાં વેચાણ આપી હતી. જ્યારે એક ભેંસ ગાભણી હોવાથી અડધા ભાગે આપી હતી.

વાવેતર કરવા આપેલી જમીનનો સમયગાળો પુરો થતા ખેતરમાં ગઇ હતી. જ્યાં મેલાજી અને તેની પત્ની કાંતાબેન ઉર્ફે ધુળીબેન તેમનો દિકરો જનક, અને ચિરાગ પણ ખેતરમાં હતા. જમીનના નાણાં, વેચાણ કરેલી ઘોડીના નાણાં અને ભેંસ પાછી લેવાની વાત કરી હતી. રૂપિયાની વાત કરતા જ મેલાજી કહેવા લાગ્યા હતા કે અમે તમને કોઇ રૂપિયા આપવાના નથી. જ્યારે કાંતાબેન અપશબ્દોબોલવા લાગી

કાંતાબેને પકડી રાખીને તેના પતિ અને દિકરાએ નીચે પાડી ગડદાપાટુનો માર માર્યો હતો. એકલી મહિલાને માર મારતા બચવા માટે બુમરાણ કરતા ત્યાંથી પસાર થતા નાગરિકે બચાવી હતી. ત્યારે આજે તો તુ બચી ગઇ છે પણ હવે રૂપિયાની ઉઘરાણી કરીશ તો જીવતી નહિ રહેવા દઉ કહીને ધમકી આપી હતી. જેને લઇને ચિલોડા પોલીસ મથકમા ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...