દોડધામ:ધો-10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામની નકલી પ્રેસનોટથી સંચાલકોમાં દોડધામ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવી કોઇ પ્રેસનોટ જાહેર થઈ નથી:શિક્ષણ બોર્ડ

શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તારીખ 17મી, મેના રોજ પ્રસિદ્ધ કરવાની શિક્ષણ બોર્ડની નકલી પ્રેસનોટ સોશિયલ મિડિયામાં ફરતી થતાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દારવામાં આવ્યા હતા. જેની જાણ થતાં જ શિક્ષણ બોર્ડ દ્વારા ગેરમાર્ગે દોરનાર અજાણ્યા ઇસમો સામે શિક્ષણ બોર્ડ દ્વારા સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરીયાદ દાખલ કરાશે.

શિક્ષણ બોર્ડની ધોરણ-12 સાયન્સના પરિણામની પ્રેસનોટમાં છેડછાડ કરીને અજાણ્યા શખસો દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આગામી 17મી, મેના રોજ સવારે 8 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે તેવી નકલી પ્રેસનોટ સોશિયલ મિડિયામાં ફરતી કરી હતી. જોકે શિક્ષણ બોર્ડના લોગા સાથેની પ્રેસનોટ સોશિયલ મિડિયામાં ફરતી થતાં જ શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાયા હતા.

સોશિયલ મિડિયામાં ફરતી થયેલી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામની પ્રેસનોટને લઇને શિક્ષકો અને શાળાના સંચાલકોએ બોર્ડમાં પુછપરછ કરી હતી. આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામની આવી પ્રેસનોટ પ્રસિદ્ધ કરી નથી. આથી શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે સોશિયલ મિડિયામાં ફરતી થયેલી નકલી પ્રેસનોટનો રદિયો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...