રાજ્ય સરકારે એકાએક લાદેલી નવી બમણી જંત્રીનો અમલ પાછો ઠેલીને 15 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં જૂની જંત્રીના દરે દસ્તાવેજોની નોંધણી માટે મોટા ભાગની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં ભારે ધસારો જોવા મળે છે, જેના કારણે સરકારે 52 જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીઓ રજાના દિવસે પણ ખુલ્લી રાખવાનો આદેશ કર્યો છે.
સામાન્ય રીતે નાણાકીય વર્ષના અંતને કારણે દર વર્ષે માર્ચ મહિનામાં દસ્તાવેજોની નોંધણી વધારે થતી હોય છે. તેમાં પણ આ વખતે નવી જંત્રી લાગુ થવાની હોવાથી દસ્તાવેજ નોંધણી માટે ભારે ધસારો થઈ રહ્યો છે. આથી 52 સબ રજિસ્ટ્રાર કચેરીઓ 11 માર્ચ બીજા શનિવારે અને 25 માર્ચ ચોથા શનિવારે રજા હોવા છતાં દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જ્યાં દસ્તાવેજ નોંધણી માટે વધારે ધસારો છે, તેવી અમદાવાદની 10, સુરતની 12, વડોદરાની 3, રાજકોટની 6, ગાંધીનગરની 3, જામનગરની 2, નવસારીની 2, ઉપરાંત ભાવનગર, મહેસાણા, મોરબી, નડિયાદ, ભુજ, આણંદ, પાલનપુર, ભરૂચ, બોટાદ, ગોધરા અને વલસાડની કચેરીઓ આ બંને રજામાં પણ કાર્યરત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.