તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:GMERSના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફની પડતર માગણીઓ અંગે ન્યાય નહીં મળતાં વિરોધ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેડિકલ કોલેજના ડોક્ટરોએ માંગણીઓના ઉકેલ માટે આવેદન આપ્યું - Divya Bhaskar
મેડિકલ કોલેજના ડોક્ટરોએ માંગણીઓના ઉકેલ માટે આવેદન આપ્યું
  • 11 મે સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો બન્ને કર્મચારી સંઘે લડત શરૂ કરવા ચેતવણી આપી
  • આઉટ સોર્સિંગ ભરતી બંધ કરીને સરકારી કે જીએમઇઆરએસ દ્વારા ભરતી કરવામાં આવે તેવી માંગણી સાથે જીએમઇઆરએસ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ દ્વારા CMને રજૂઆત

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજના તબીબી શિક્ષકોને તારીખ 1લી, જાન્યુઆરી-2016ની અસરથી 7માં પગારપંચનો લાભ આપવો. પ્રોવિડન્ટ ફંડનો લાભ જુની અસરથી તાત્કાલિક આપવો. કેરીયર એડવાન્સમેન્ટ સ્કિમનો 7માં પગારપંચને સુસંગત લાભ આપવો. કોલેજના તબીબી શિક્ષકોને છઠ્ઠા પગારપંચ મુજબ એનપીએ અને એચઆરએનો લાભ આપ્યો નથી. પરંતુ હવે સાતમા પગારપંચ મુજબ લાભ આપવો. કરાર આધારીત નિમણુકો બંધ કરીને ડીપીસીનો લાભ આપવો.

તબીબી શિક્ષકોના આશ્રિત કુટુંબીજનોને બીમારીના ખર્ચાઓના મેડિકલ રિમ્બર્સમેન્ટનો લાભ આપવો. મુસાફરી ભથ્થુ આપીને પાછલી અસરથી એરીયર્સ સાથે આપવું. એલટીસીનો અને ગ્રેજ્યુઇટીનો લાભ આપવો. ઉપરાંત ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ બોન્ડમાંથી મુક્તિ આપવી. નોકરી છોડવાના કિસ્સાઓમાં હક્ક રજા પગારનો લાભ આપવાની માંગણી સાથે જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસિએશનના પ્રમુખ ડો.હિરેશ પ્રજાપતિ અને સેક્રેટરી ડો.ભાવેશ દલવાડીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.

જીએમઇઆરએસ સંચાલિત સિવિલ હોસ્પિટલોના નર્સિંગ સ્ટાફના કર્મચારીઓને 7માં પગારપંચનો લાભ આપીને તેની તારીખ 1લી, જાન્યુઆરી-2016થી અમલ કરવાની માંગણી કરી છે. નર્સિંગ સ્ટાફને ભવિષ્યમાં મળવાપાત્ર ઉચ્ચત્તરની પોલીસી બનાવીને તેનો લાભ આપવો. 10 વર્ષથી પણ વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને નિવૃત્તિ બાદ સીપીએફની બચતનો લાભ આપવો. વર્ષ-2010થી કાર્યરત નર્સિંગ સ્ટાફ માટે પ્રમોશનની પોલીસી નક્કી કરીને હેડ નર્સ, એ.એન.એસ., ડી.એન.એસ. અને એન.એસ.કક્ષાનું પ્રમોશન તાકિદે આપવું.

નર્સિંગ કર્મચારીઓને એલટીસીનો લાભ આપવો. નર્સિંગ સર્વિસીસ એસેન્સિયલ હોવાથી સ્ટાફને ઘણીવખત ઓવર ટાઇમ તથા ઇમરજન્સી ડ્યુટી કરવી પડે છે. આથી વાહન વ્યવહાર ભથ્થું આપવું. તબીબી સારવારના નિયમો-2015 મુજબ નર્સિંગ સ્ટાફને તબીબી ભથ્થા તેમજ મેડિકલ ખર્ચ રીએમ્બેસમેન્ટનો લાભ આપવો. જીએમઇઆરએસના નર્સિંગ સ્ટાફને પણ સરકારી કર્મચારીઓ જેવા લાભો આપવા. નર્સિંગ સ્ટાફના અવસાન બાદ આશ્રીત પરિવારને ઉચ્ચક નાણાંકિય સહાય આપવી વગેરે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...