તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાલ:જાહેર કરેલું સ્ટાઇપેન્ડ ન આપતાં ગાંધીનગરના તબીબો હડતાલ પાડી

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DyCMએ કહ્યું, સમાધાન થઇ ગયું, તબીબોએ કહ્યું હડતાલ ચાલુ છે

કોરોના વાઇરસના કહેર દરમિયાન સરકાર તબીબો ઉપર રીઝી હતી. જેને લઇને સરકારે તેમની સેવાઓને બિરદાવતા તાબડતોડ ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપેન્ડમાં રૂપિયા 5 હજારનો વધારો કરી દીધો હતો. પરંતુ સરકારે વધારો જાહેર કર્યા બાદ પગારમા 4 મહિને પણ વધારાનો ઉમેરો નહિ કરતા આખરે હડતાલનુ શસ્ત્ર ઉગામ્યુ હતુ.

ગાંધીનગર જીએમઇઆરએસના ઇન્ટર્ન તબીબોએ બુધવારે હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો. એક કોરોના વાઇરસ ઉત્પાદ મચાવી રહ્યો હતો અને બીજી તરફ તબીબો હડતાલ પાડી રહ્યા છે. ત્યારે સરકારની લાજ ઇન્ટર્ન તબીબોએ રાખી હતી. સમગ્ર રાજ્યમાં ઇન્ટર્ન તબોબો ઉપર સરકાર રાજાની જેમ ખુશ થઇ હતી અને એકા એક ભથ્થામા વધારો કર્યો હતો. આરંભે શુરાની જેમ સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી દીધી હતી. પરંતુ જાહેરાતના ચાર મહિના બાદ પણ ભથ્થામા કરાયેલો 5 હજાર રૂપિયાનો વધારો આપવામા આવ્યો નથી. જેને લઇને તબીબોમાં રોષ વ્રયાપી ગયો હતો.

ગાંધીનગર સિવિલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતા કેતુલ પટેલે કહ્યુ હતુ કે, સરકારને જ્યારે અમારી જરૂરત હતી, તે સમયે ખુશ કરવા માટે માર્ચ મહિનામા 5 હજાર રૂપિયાનો વધારો કરી દીધો હતો. પરંતુ તે સમયે સરકારે ભથ્થા રૂપિ હથેળીમા અમને ચાંદ બતાવવામા આવ્યો હતો. માર્ચ મહિનામાં જાહેર કરવામા આવેલુ ભથ્થુ જૂલાઇ મહિનામાં પણ આપવામા આવ્યુ નથી. સરકાર અમારી સાથે વ્હાલા દવલાની નીતિ અપનાવી રહી છે. જને લઇને અમે આજે હડતાલ પાડી હતી. કેટલીક કોલેજમાં ભથ્થા આપવામા આવ્યા છે, અને જેમને ભથ્થા મળ્યા છે તે હડતાલમા જોડાયા નથી.

બીજી તરફ બોરીજમા એક કાર્યક્રમમા શુભારંભ કરવા પહોચેલા આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યુ હતુ કે, આ બાબતની મને માહિતી મળી છેકે તબીબોએ હડતાલ સમેટી લીધી છે. જ્યારે હડતાલ કરી રહેલા ઇન્ટર્ન તબીબોએ કહ્યુ હતુ કે, હડતાલ ચાલુ જ છે. જ્યાં સુધી અમને વધારો નહિ મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે ઇન્ટર્ન તબીબો દ્વારા જે હડતાળ પાડવામાં આવી હતી તેમાં મોટાભાગના કર્મચારીઓનુ કહેવુ એવુ હતુ કે કોરાના કાળમાં અમે રાત-દિવસ જોયા વિના ફરજ બજાવી હતી તેમ છતાં અમને પગારમાં જે રીતે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને અમે આ રીતે આજે હડતાળ પર જવા નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...