તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવ બચાવનારે જીવન ટૂંકાવ્યું:ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજના એમડી ડો. મનીષા ચૌહાણે ગળાફાંસો ખાધો, પતિ સોલા સિવિલમાં પ્રોફેસર

ગાંધીનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડોક્ટર મનીષાએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજી જાણવા મળ્યું નથી - Divya Bhaskar
ડોક્ટર મનીષાએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજી જાણવા મળ્યું નથી
 • મહિલા ડોકટરે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
 • પતિ સોલા હોસ્પિટલમાં આસિ. પ્રોફેસર, સાંતેજ પોલીસે તપાસ શરૂ કરી

ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજમાં એમડી તરીકે ફરજ બજાવતા મહિલા ડોક્ટરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. ખોરજ પાસેના અદાણી શાંતિગ્રામ સ્થિત ઘરે મહિલા ડોક્ટરે ગળાફાંસો ખાઈ લીધો હતો. આપઘાતનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ત્યારે હાલ તો સાંતેજ પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે.

ઘરના બાથરૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજમાં એમડી તરીકે ફરજ બજાવતા મનીષાબેન ચૌહાણ (ઉં.40) અદાણી શાંતિગ્રામમાં લીલી એપાર્ટમેન્ટમાં બી|1101 ખાતે પરિવાર સાથે રહેતાં હતાં. તેમના પતિ નિલેશભાઈ ચૌહાણ ગુરૂવારે સવારે ઉઠ્યા ત્યારે મનીષાબેન બાથરૂમમાં લકટકી હાલતમાં મળી આવ્યા હતા. મનીષાબેને બાથરૂમમાં કપડા સુકવવાની એંગલમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
ઘટનાને પગલે ડો.નિલેશ ચૌહાણે પોતાના સાળા રોનક તથા પોલીસને જાણ કરી હતી. જેને પગલે સાંતેજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાંતેજ પોલીસે મહિલા ડોક્ટરની લાશનું પોસ્ટ મોર્ટમ કરાવીને અકસ્માતે મોતની નોંધ કરી હતી. સમગ્ર ઘટના અંગે સાંતેજ પીઆઈ વી. એસ. માંજરિયાએ કહ્યું હતું કે, ‘આપઘાતનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. લાશ પાસેથી કોઈ સ્યૂસાઇડ નોટ કે બીજું કોઈ લખાણ પણ મળ્યું નથી, તો મહિલા મોત અંગે હાલ કોઈ તરફથી કોઈ આક્ષેપો થયા નથી.’

મૃતક ડિપ્રેશનમાં હોવાનું ખૂલ્યું
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આસપાસમાં ચાલતી ચર્ચા મુજબ મહિલા ડોક્ટરના ઘરે નણંદ અવારનવાર રહેવા આવતા હતા. જે મુદ્દે મનીષાબેનને સાસુ અને નણંદ સાથે અવારનવાર ઝઘડા થતા હતા. બીજી તફર પતિ છેલ્લા 6 મહિનાથી પત્ની પર શંકા કરતો હોવાના કારણે મૃતક ડિપ્રેશનમાં રહેતાં હોવાની ચર્ચા પણ સામે આવી છે. જોકે આ અંગે સત્તાવાર કોઈ આક્ષેપો કે માહિતી સામે આવી નથી. ત્યારે સાંતેજ પોલીસે હાલ આ અંગે અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી હોવાનું કહેવાય છે.

7 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી
​​​​​​​મૃતક ડોક્ટરના પતિ નિલેશભાઈ રમણલાલ ચૌહાણ અમદાવાદ સોલા હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ડોક્ટર દંપતીને એક 7 વર્ષની દીકરી છે, ત્યારે મનીષાબેનના આપઘાતને પગલે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. સાંતેજ પોલીસ મહિલા ડોક્ટરની અંતિમક્રિયા સહિતની વિધિ પૂરી થયા બાદ પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરીને આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો