ગુજરાતીઓ પતંગની ઉડાવવા માટે અનેરો ઉત્સાહ ધરાવે છે ત્યારે રાજય સરકારના પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે નાગરિકોને અપીલ કરી છે કે, જીવદયા અભિયાનમાં સૌ સહભાગી થાય અને સવારે 9 કલાક પહેલા અને સાંજે 5 કલાક પછી પતંગ ન ઉડાવવી જોઇએ. પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા અનેે સારવાર માટે રાજયભરમાં તા. 20મી જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન યોજવામાં આવશે.
પતંગથી ઘાયલ પક્ષીઓને બચાવવા હેલ્પ લાઇન નંબર 1962 પર ફોન કરીને મદદ મેળવી શકાય છે. વોટ્સ અપ નંબર 8320002000 પર મેસેજ કરવાથી સેવ ઉપલબ્ધ છે. રાજયભરમાં 865થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો,750થી વધારે ડોકટર તેમજ 8 હજારથી વધારે સ્વંય સેવકો તૈનાત કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.