વેકેશન:જિલ્લાની કોર્ટમાં દિવાળી વેકેશન, 9મીથી અદાલત શરૂ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટમા 1લીથી જ્યારે જિલ્લાની કોર્ટમાં દિવાળીના દિવસથી વેકેશન પડ્યું

ગાંધીનગર જિલ્લાની અદાલતમા દિવાળીથી 5 દિવસનુ વેકેશન પડી ગયુ છે. દિવાળીના તહેવાર બાદ મોટાભાગના વકીલો લાંભ પાંચના દિવસે મુહૂર્ત કરીને નવા વર્ષનો આરંભ કરતા હોય છે. હાઇકોર્ટમા ગત 1લી નવેમ્બરથી વેકેશન પડી ગયુ હતુ, જ્યારે જિલ્લાની અદાલતમા દિવાળીના દિવસથી વેકેશનનો આરંભ થયો હતો. જિલ્લાની કોર્ટ આગામી 9મીથી કાર્યરત થશે.

દિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. વર્ષમાં અંતિમ દિવસે મનાવાતા તહેવારમા લોકો ખૂશીની આપ લે કરતા પણ જોવા મળે છે. જેને લઇને સરકારી કચેરીઓ સહિત ખાનગી કંપનીઓમા દિવાળીના તહેવારને લઇને મીની વેકેશન આપવામા આવતુ હોય છે. ત્યારે શાળાઓ બાદ જિલ્લાની અદાલતમા દિવાળીના દિવસથી વેકેશનનો આરંભ થયો છે.

કોર્ટમા ઇમરજન્સી કેસની સુનાવણી હાથ ધરાશે. જ્યારે તે સિવાયના કેસમા દિવાળી બાદ શરૂ થતા કોર્ટમા રેગ્યુલર દિવસોમા ચલાવાશે. મોટાભાગના વકીલોએ જણાવ્યુ હતુ કે, કેટલાક વકીલ પરિવાર દિવાળીની રજાઓમા પરિવાર સાથે ફરવા જતા હોય છે,

અન્ય સમાચારો પણ છે...