તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટમાં તેજી:છેલ્લી ઘડીએ ઘરાકી નીકળતાં વેપારીઓની દિવાળી સુધરી

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેપારીઓના ચહેરા ઉપર ખુશીનો માહોલ
 • લોકોએ મન મૂકીને ખરીદી કરતાં રાત્રીના 11 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવી પડી

સરકારી, ખાનગી એકમોમાં દિપાવલી પર્વોની રજા પડી જતા બજારમાં છેલ્લી ઘડીએ ઘરાકી નિકળતા વેપારીઓના ચહેરા ઉપર ખૂશીનો માહોલ જોવા મળતો હતો. જિલ્લાવાસીઓએ ફટાકડા, કાપડ સહિતની ખરીદી મન મૂકીને કરતા વેપારીઓને રાત્રીના 11 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવી પડી હતી. 8 મહિનાથી કોરોનાને લઈ મંદીનો માર ખાઇ રહેલા વેપારીઓને દિપાવલી પર્વે ઘરાકીની આશા ઉભી થઇ હતી. પરંતુ લોકો ખરીદી કરવા નહીં નિકળતા વેપારીઓએ રોકાણ કરેલું માથે પડવાની દહેશત ઉભી થઇ હતી. ત્યારે સરકારી, ખાનગી અને અર્ધસરકારી એકમોના કર્મચારીઓને દિપાલવી પર્વની રજાઓ પડી હતી.

જેની અસર બજારમાં જોવા મળી હતી. પગાર થયો તેમજ તેની સાથે- સાથે દિવાળીની રજાઓ પડતા જિલ્લાવાસીઓ દિવાળીની ખરીદી કરવા નિકળ્યા હતા. વેપારીઓના ચહેરા ઉપર ખૂશીની લકીર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, દિપાવલી પર્વને પગલે લોકોએ કપડાં, શૂઝ, ઘર સુશોભનની વસ્તુઓ, રંગોળીના કલર, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, મીઠાઇ, બિસ્કીટ, મઠીયા, ચોળાફળી સહિતની વસ્તુઓની ખરીદી કરી હતી. આથી મંદીનો માર ખાઇ રહેલા વેપારીઓના ચહેરામાં ઉપર તેજીની લકીર જોવા મળી હતી. દિપાવલી પર્વમાં બાળકોને પ્રિય ફટાકડાની પણ લોકોએ ખરીદી કરતા વેપારીઓના માલનું વેચાણ નહીં થાય તેની ચિંતામાં મુક્તિ મળી હોય તેમ લાગતું હતું.

જોકે દિપાવલી પર્વમાં ભલે છેલ્લી ઘડીએ ઘરાકી નિકળી, પરંતુ આગામી શિયાળાની ઋતુમાં કોરોના વાયરસનું સંક્રમણ માટે ફેવરેબલ વાતાવરણ મળવાથી કોવિડના કેસમાં વધારો થવાની શક્યતા રહેલી છે. ત્યારે દેવદિવાળી પછી શરૂ થતી લગ્ન સીઝનને પણ ગત માર્ચ, એપ્રિલ અને મે માસની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાને કારણે બંધ રહેશે તો નહીં તેની ચિંતા પણ વેપારીઓના ચહેરા ઉપર જોવા મળતી હતી. જોકે આગામી લગ્નસીઝનને પગલે વેપારીઓએ દુકાનમાં માલ પણ ભરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, યુરોપીય દેશોમાં ઠંડી પડતા કોરોનાના કેસો વધ્યા તે જ રીતે રાજ્યમાં થશે નહીં તેની પણ ચર્ચા પણ વેપારીઓમાં જોવા મળતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો