બેઠક:પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી માણસા માં કરાશે

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક મળી

26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માણસ ખાતે થશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારું આયોજન માટે કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માણસા ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમ્યાન કોરોનાની એસ.ઓ.પી.નું પાલન થાય તે રીતે મહાનુભાવો અને અન્યની બેઠક વ્યવસ્થા કરવાની કલેકટરે અધિકારીને સૂચના આપી હતી.

કાર્યક્રમના સ્થળે પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સુશોભન જેવી વિવિધ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાન દ્વારા પરેડ રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે. જિલ્લાની વિવિધ શાળાના વિઘાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા પોતાના ટેબ્લોઝ પણ રજૂ કરવામાં આવશે. બેઠકમાં નિવાસી અધિક કલેકટર ભરત જોષી, કલોલ પ્રાંત અધિકારી કિષ્નાબા વાઘેલા, ડી.વાય.એસ.પી. અમીબને પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...