કાર્યક્રમ:જિલ્લા કક્ષાના 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી આજે દહેગામ ખાતે કરાશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધ્વજવંદન બાદ દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે
  • સમસ્ત જિલ્લાે દેશભક્તિના રંગે રંગાશે, કોરોના વોરિયર્સને સન્માનિત કરાશે

દેશની આઝાદીના 75માં વર્ષની જિલ્લાકક્ષાની ઉજવણી દહેગામ ખાતે કરવામાં આવશે.સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગામડે ગામડે અને શાળા કોલેજો ખાતે પણ કરવામાં આવશે.ગાંધીનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દહેગામ ખાતે રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે. ધ્વજ વંદન કાર્યક્રમ બાદ રાષ્ટ્રીય ગાન કરવામાં આવશે. ઉપરાંત શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક તેમજ આઝાદીને લગતા કાર્યક્રમો યોજવામાં આવશે.

જિલ્લાના ચારે તાલુકા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર પર્વ પણ ઉજવવામાં આવશે જેમાં ગાંધીનગર તાલુકા નો શહેરનાં રામકથા મેદાનમાં સેક્ટર-11 ખાતે કરવામાં આવશે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે કમિશનરના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ઉપરાંત ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઇ પટેલના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે.

જિલ્લામાં 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ગામડામાં ગ્રામ પંચાયતના મેદાન ખાતે ઉપરાંત શાળા કોલેજના કેમ્પસમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે. સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે કોરોનાની મહામારીમાં વિશિષ્ટ કામગીરી કરનારાઓનું સન્માન પણ કરવામાં આવશે. ઉપરાંત વિવિધ વિભાગોના કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનપત્ર એનાયત કરવામાં પણ આવશે. આ પ્રસંગે એસટી નિગમ દ્વારા ડ્રાઈવર કંડક્ટરો સહિતના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને શિક્ષકો સહિતનાને ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...