નબળી કામગીરી:ગાંધીનગર ગ્રામ્યમાં કોરોના વેક્સિનની નબળી કામગીરી થઈ હોવાનો જિલ્લા આરોગ્ય અધિકારીનો એકરાર, ચાર લાયઝન અધિકારીની નિમણૂક કરવી પડી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારસીકરણ કાર્યક્રમમાં પણ ટાર્ગેટ મુજબની કામગીરી ન થતાં ચાર અધિકારીઓને જવાબદારી સોંપી

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ ટાર્ગેટ મુજબ લોકોનું રસીકરણ નહીં થયું હોવાનું ખુદ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીએ લેખિતમાં સ્વીકાર્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સઘન કોરોના રસીકરણ ઝુંબેશ હાથ ધરી ટીકા કરણ કરવાં માટે ચાર અધિકારીઓને લાયઝન અધિકારી તરીકે નિમણુંક કરાઈ હોવાનો પરિપત્ર પણ જિલ્લા આરોગ્ય અધિકારીએ કર્યો છે.

દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન જોરશોરથી હાથ ધરી કોરોના સામેની લડાઈમાં લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. એકતરફ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પહેલા નંબર પર આવી ગયું ચૂક્યું છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જ હજી સુધી કોરોના રસીકરણને જોઈએ એવો પ્રતિસાદ મળી રહ્યો નથી. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિને નિમિત્તે યોજવામાં આવેલા ખાસ મહા અભિયાનમાં પણ નબળી કામગીરી થઈ હોવાનું સામે આવ્યું છે.

ગઈકાલે ગ્રામ્ય વિસ્તારમાં 201 સેન્ટરો પર મહા રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું. જે અંતર્ગત આશરે 40 હજાર લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પણ 9653 લાભાર્થીને 29 સેન્ટરો પરથી ટીકા કરણ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી 7 લાખ 54 હજાર 784 ને પ્રથમ તેમજ 3 લાખ 07 હજાર 670 લોકોને બીજો ડોઝ આપીને સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે. જો નબળી કામગીરી હોવાનું જિલ્લા આરોગ્ય શાખાએ સ્વીકાર્યું છે. જેનાં પગલે તાલુકા વિસ્તારોમાં થતી વેક્સિનેશન ની કામગીરી માટે સતત મોનીટરીંગ કરવાં માટે ચાર અધિકારીઓને જવાબદારી સોંપવાની નોબત આવી છે.

જે અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન પ્રજાપતિને કલોલ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDC મીનલબા વાળાને ગાંધીનગર, જિલ્લા પશુપાલન અધિકારી એસઆઈ પટેલને દહેગામ તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી ડી પી જાદવને માણસા તાલુકાના લાઇઝન અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓ દ્વારા તાલુકા વિસ્તારના ગામોમાં વેક્સિનેશનનો વ્યાપ વધારવા માટે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...