વન મહોત્સવ:વરસાદની ખેંચ વચ્ચે જિલ્લાનો વન મહોત્સવ યોજાશે, 450 બાલતરુનું વાવેતર, 2000નું વિતરણ કરાશે

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરસાદની ખેંચ વચ્ચે જિલ્લાકક્ષાનો વન મહોત્સવ pdpu પાસે લીંબોજ માતાજીના મંદિરની ખુલ્લી જગ્યામાં યોજવામાં આવશે. જિલ્લાકક્ષાના વન મહોત્સવમાં 450 રોપાઓનું વાવેતર તેમજ 2000 રોપાઓનું વિતરણ કરવામાં આવશે. ચાલુ વર્ષે વરસાદની ખેંચ ના કારણે જગતનો તાત ચિંતાતુર થયો છે. ઉપરાંત જિલ્લાકક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ પણ લેટ યોજવામાં આવી રહ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરની હરીયાળુ નગર બનાવવા માટે વનવિભાગ દ્વારા દર વર્ષે વન મહોત્સવ કાર્યક્રમ થકી ખુલ્લી જગ્યા તેમજ રોડની બન્ને સાઈડમાં વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવે છે.

વનવિભાગ દ્વારા ચાલુ વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ વરસાદના કારણે વિલંબમાં પડ્યો હતો. વરસાદની ખેંચ વચ્ચે જિલ્લા વન વિભાગ દ્વારા જિલ્લાકક્ષાનો વનમહોત્સવ આગામી તારીખ 14મી ઓગસ્ટના રોજ pdpuની બાજુમાં આવેલા લીંબજ માતાજીના મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં યોજવામાં આવશે. જિલ્લાકક્ષાના વન મહોત્સવમાં અલગ અલગ પ્રકારના 450 રોપાઓનું વાવેતર કરવામાં આવશે.

ઉપરાંત 2000 અલગ-અલગ પ્રકારના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવશે તેમ જિલ્લા વન અધિકારી એસ.એમ ડામોરે જણાવ્યું છે. જ્યારે મનપા કક્ષાનું વન મહોત્સવ કાર્યક્રમ ચિલ્ડ્રન યુનિવર્સિટી કેમ્પસ સેક્ટર 20 ખાતે યોજવામાં આવશે. જેમાં 100 અલગ-અલગ પ્રકારના 150 રોપાઓનું વાવેતર તેમજ અલગ અલગ પ્રકારના 1000 જેટલા રોપાઓનું મૂકો માં વિતરણ કરવામાં આવશે.