ચૂંટણી:ડિસ્ટ્રિક્ટ બાર ઍસોસિયેશનની 17 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે, કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રખાઈ હતી

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16થી 18 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે : કમિશનરની નિમણૂક કરાઈ

ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર ઍસોસિયેશનની ચૂંટણી 17 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી માટે કમિશનરની નિમણૂક કરી દેવાઈ છે. ચૂંટણીને કારણે કોર્ટમાં રાજકીય માહોલ જામી ગયો છે. રાજ્યમાં કોરોનાના કહેરના કારણે અનેક કાર્યક્રમો રદ કરાયા હતા. દર વર્ષે યોજાતી બાર કાઉન્સિલની ચૂંટણી પણ થઈ શકી નહોતી. હવે કોરોનાનો કેહેર ઓછો થઈ ગયો છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ડિસ્ટ્રિક્ટ બાર ઍસોસિયેશનની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત 16થી 18 નવેમ્બર દરમિયાન કરાશે.

તા. 20મીએ ફોર્મની ચકાસણી કરાશે જ્યારે 23મીએ ફોર્મ પરત ખેંચી શકાશે. ઉમેદવારો બિનહરીફ રહેશે તો 24 નવેમ્બરે જ પરિણામ જાહેર કરી દેવાશે, પરંતુ એકથી વધુ ઉમેદવાર હશે તો 17 ડિસેમ્બરે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સવારે 10થી 5 કલાક દરમિયાન મતદાન યોજાશે અને તેનું પરિણામ પણ 17 ડિસેમ્બરે જ જાહેરકરાશે. ઍસોસિયેશનના સક્રિય સભ્ય અને કોર્ટમાં રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોય તથા સતત 12 વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરતા હોય તે જ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી શકશે. ચૂંટણીમાં 1000 વકીલ મતદાતા તરીકે નોંધાયેલા છે.

અલગ અલગ હોદ્દા માટે ફી પણ જુદી જુદી
ડિસ્ટ્રિક્ટ બાર ઍસોસિયેશનની ચૂંટણીમાં અલગ અલગ હોદ્દા માટે ઉમેદવારી કરનારા ઉમેદવાર માટે ફીનું માળખું અલગ અલગ રાખવામાં આવ્યું છે, જેમા પ્રમુખ માટે 8100, ઉપપ્રમુખ માટે 5100, મહામંત્રી માટે 5100, સહમંત્રી માટે 4100, ખજાનચી માટે 4100, લાઇબ્રેરી સેક્રેટરી માટે 4100 અને કારોબારી સભ્યો માટે 1700 રૂપિયા ફોર્મ સાથે ફી ભરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...