તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:જિલ્લાના 443640એ પ્રથમ,131242એ રસીનો બીજો ડોઝ લીધો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મનપાના કુલ 2.82 લાખ મતદારો અને જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કુલ 8.53 લાખ મતદારો છે. - Divya Bhaskar
મનપાના કુલ 2.82 લાખ મતદારો અને જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કુલ 8.53 લાખ મતદારો છે.
  • કુલ 39.09% લાભાર્થીએ પ્રથમ, 44.56એ બીજો ડોઝ લીધો, વેક્સિનેશનની 44% કામગીરી પૂર્ણ

કોરોનાની વેક્સિનેશનની કામગીરી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ મનપા વિસ્તારમાં વધારે થવા પામી છે. જિલ્લાના કુલ 1135000 મતદારોની સરખામણીએ પ્રથમ ડોઝ 443640 એટલે કે 39.09 ટકાએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ 131242 એટલે કે 11.56 ટકા જ લાભાર્થીઓએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. કોરોનાની મહામારીએ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે તેનો આક્રામક મિજાજ બતાવીને આરોગ્ય સેવાને હંફાવી દીધી હતી. ત્યારે વેક્સિન એક માત્ર કોરોનાને હરાવવામાં અસરકાર પુરવાર થઇ છે. આથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાની વેક્સિનેશનની કામગીરી વધુને વધુ સઘન કરવાની કવાયત હાથ ધરી છે.

જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં બે કરોડ લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે. જ્યારે તેની સરખામણીએ રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી નબળી હોય તેમ અત્યાર સુધી વેક્સિન લેનાર લાભાર્થીઓના આંકડા પરથી લાગી રહ્યું છે. કોરોનાની વેક્સિનેશન માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ મનપા વિસ્તારમાં વધારે થવા પામી છે. જિલ્લાના મનપા વિસ્તારના કુલ 2.82 લાખ મતદારો અને જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કુલ 8.53 લાખ મતદારો છે. આથી જિલ્લાના કુલ 11.35 લાખ મતદારો છે. જોકે હાલમાં વેેક્સિન આપવાની કામગીરી મનપા અને ગ્રામ્ય વિસ્તારોમાં 18 વર્ષથી મોટી ઉંમરના જ આપવામાં આવી રહી છે.

આથી જિલ્લાના કુલ 443640 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ અને 1312242 લાભાર્થીઓએ બીજો ડોઝ લીધો છે. આથી જિલ્લાના કુલ મતદારોની સરખામણીએ પ્રથમ ડોઝ 39.09 ટકા અને બીજો ડોઝ 11.56 ટકા લોકોએ લીધો છે. કોરોનાની વેક્સિનેશનની કામગીરીમાં જિલ્લામાં હજુ 44 ટકા જ કામગીરી થઈ છે. જો કે, ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ લોકો વેક્સિન લેવાથી દૂર રહે છે. ત્યાં લોકોમા રસીને લઈ ગેરમાન્યતાઓ રહેલી છે.

ગ્રામ્ય કરતા મનપા વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી વધારે
જિલ્લાના મનપા વિસ્તારના 2.82 લાખ મતદારોમાંથી અત્યાર સુધીમાં 64.70 ટકા લોકોએ પ્રથમ અને 14.99 ટકાએ બીજો ડોઝ લીધો છે. આથી કુલ મતદારોમાં 182434 લાભાર્થીઓએ પ્રથમ અને 42269 લાભાર્થીઓએ બીજો ડોઝ લીધો છે.

જિલ્લાના ચારેય તાલુકામાં કામગીરી નબળી થવા પામી
જિલ્લાના ચારેય તાલુકામાં કુલ મતદારોની સરખામણીએ વેક્સિનેશનની કામગીરી નબળી થવા પામી છે. ચારેય તાલુકાના કુલ 853000 મતદારોમાંથી અત્યાર સુધી પ્રથમ ડોઝ 261206 લાભાર્થીઓ એટલે કે 30.62 ટકાએ અને બીજો ડોઝ 88973 જેને ટકામાં 10.43 ટકા લાભાર્થીઓએ લીધો છે.

ગ્રામ્ય વિસ્તારના લોકો હજી પણ વેક્સિન લેવાથી દૂર રહે છે
ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી નબળી થવાની પાછળ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હજુય વેક્સિનને લઇને ગેરમાન્યતાઓ રહેલી છે. જેના કારણે વેક્સિન લેવાથી દુર ભાગી રહ્યા હોય તેમ અત્યાર સુધી પ્રથમ અને બીજા ડોઝ લેનાર લાભાર્થીઓની સંખ્યા પરથી લાગી રહ્યું છે.

18 વર્ષથી મોટી ઉંમરનામાં રસી લેવા માટે સૌથી વધુ ઉત્સાહ
કોરોનાની વેક્સિન લેવામાં સૌથી વધુ રસ 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળી રહ્યો છે. મનપા વિસ્તારમાં અત્યાર સુધી 106048 લાભાર્થીએએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી કુલ 24936 લાભાર્થીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...