પ્રવેશોત્સવ કાર્યક્રમ:જિલ્લાની 26 પ્રા. શાળામાં પ્રથમ દિવસે 4845 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક ન્યાયમંત્રીએ બાળકોને મોટા થઇને શું બનવું છે તેવા પ્રશ્નો કર્યા હતા

જિલ્લાની 26 પ્રાથમિક શાળાઓમાં પ્રથમ દિવસે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી, ઉચ્ચ અધિકારીઓ સહિતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરી હતી. તેમાં ધોરણ-1માં 4845 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે.આ પ્રસંગે સામાજીક ન્યાયમંત્રીએ બાળકોને તમારે મોટા થઈને શું બનવુ છે તેવા પ્રશ્નો કર્યા હતા.

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પટેલે દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે રાંદેસણ, સરગાસણ અને તારાપુર ગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો.

જ્યારે જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્યએ કલોલ તાલુકાની બિલેશ્વરપુરા, ગોગાપુરા અને ધાનોટ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બોરીજની પ્રાથમિક શાળામાં આઇપીએસ અર્ચના શિવહરે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. ઉપરાંત જિલ્લાની અન્ય 22 પ્રાથમિક શાળાઓમાં પણ અધિકા રીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વૃક્ષારોપણ, શાળા વ્યવસ્થાપન કમિટીની સાથે ચર્ચા, કરી હતી. પ્રથમ દિવસે આંગણવ ડીમાં 1636 ભૂલકાંઓને પ્રવેશ અપાવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરેલી ટ્રાન્સપ ર્ટેશનની 17 શાળાઓમાં સુવિધા શરૂ કરી હતી. પ્રથમ દિવસે ધોરણ-1માં 4742 રેગ્યુલર, 95 પુન: પ્રવેશ, આઠ દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન દાતાઓ તરફથી રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે 47.85 લાખનું દાન પણ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...