પ્રધાનમંત્રી આત્મનિર્ભર નારીશક્તિ સંવાદનો જિલ્લા કક્ષાનો ગોપાલક વિદ્યા સંકુલ, સેક્ટર-15 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એન.આર.એલ.એમ યોજના અંતર્ગત કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ અને રીવોલ્વીંગ ફંડના કુલ રૂપિયા 52.20 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એન.આર.એલ.એમ યોજના અંતર્ગત ગાંધીનગર તાલુકાના કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂપિયા 980000 અને રીવોલ્વીંગ ફંડ રૂપિયા 240000ના પ્રતિકાત્મક ચેકનું વિતરણ લાભાર્થીઓને ઉપસ્થિતિમાં મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
વધુમાં કલોલ, દહેગામ અને માણસા તાલુકામાં પણ પ્રધાનમંત્રી આત્મનિર્ભર નારીશક્તિ સંવાદ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ત્રણે તાલુકાના કુલ કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂપિયા 3430000 અને રીવોલ્વીંગ ફંડ રૂપિયા 570000ના ચેક વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઇ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ગાંધીનગર TDO જી. એ. ધાંધલીયા અને જીલ્લા લાઇવલીહુડ મેનેજર જીતેન પારેખ સહિત ઉપસ્થિત રહ્યા.
200 જેટલાં સ્વ-સહાય જૂથના બહેનોએ યોજનાકીય પ્રતિભાવો રજૂ કર્યા હતા
વડાપ્રધાન દ્વારા આત્મનિર્ભર નારી શક્તિ સાથે સંવાદનો કાર્યક્રમ ગુરુવારે ગોપાલક વિદ્યા સંકુલ સેક્ટર 15 ખાતે યોજાયો હતો જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત 200 જેટલા સ્વ-સહાય જૂથના બહેનોએ એન.આર.એલ.એમ યોજના અંતર્ગત યોજનાકીય પ્રતિભાવો રજૂ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.