• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Distribution Of 85 Nomination Papers In Five Constituencies Of Gandhinagar Assembly Today, Not A Single Nomination Paper Was Filled On The First Day

ચૂંટણી કાઉન્ટ ડાઉન:ગાંધીનગર વિધાનસભાની પાંચ બેઠકોમાં આજે 85 ઉમેદવારી પત્રોનું વિતરણ, પ્રથમ દિવસે એકપણ ઉમેદવારી પત્ર ન ભરાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા મતવિભાગમાં આજથી ઉમેદવારી પત્ર ભરાવવાનો પ્રારંભ થયો છે. આજે lપાંચ વિઘાનસભા મતવિભાગમાંથી કુલ- 85 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. જેમાં સૌથી વઘુ ઉમેદવારી પત્રોનું વિતરણ 37- માણસા વિઘાનસભા મતદાર વિભાગમાંથી થયા છે. સૌથી ઓછા 12 ઉમેદવારી પત્રોનું વિતરણ 38- કલોલ વિઘાનસભા મતદાર વિભાગમાં થયા છે.

ગાંધીનગર જિલ્લામાં આજથી ઉમેદવારી પત્રના વિતરણનો આરંભ થયો છે. ઉમેદવારી પત્ર તા. 10 થી 17મી નવેમ્બર, સુધી ( જાહેર રજા સિવાય) મળી શકશે. ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્ર મેળવવાનો અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય સવારના 11 થી બપોરના 3 કલાક દરમ્યાન રાખવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાની 34- દહેગામ, 35- ગાંધીનગર(દ), 36- ગાંધીનગર, 37- માણસા અને 38- કલોલ વિઘાનસભા મતદાર વિભાગમાં આજથી ઉમેદવારી પત્રના વિતરણનો આરંભ થયો હતો. બપોરના 3 કલાક સુઘીમાં કુલ- 85 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. જેમાં 34- દહેગામ વિઘાનસભા મતવિભાગમાં 16 , ગાંધીનગર(દ) વિઘાનસભા મત વિભાગમાં 15, ગાંધીનગર(ઉ) વિઘાનસભા મતવિભાગમાં 18, માણસા વિઘાનસભા મતવિભાગમાં 24 અને કલોલ વિઘાનસભા મતવિભાગમાં 12 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. આજના દિવસમાં એકપણ ઉમેદવારી પત્ર ભરાઇને આવ્યા નથી.

ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિઘાનસભા મતવિભાગના ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 18/11/2022 ના રોજ સવારના 11 કલાકથી આરંભ કરવામાં આવશે. તા. 21/11/2022ના બપોરના 3 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ રજૂ કરવાની રહેશે. મતદાન તા. 5/12/2022 ના રોજ સવારના 8 થી સાંજના 5 કલાક વચ્ચે થશે.

અન્ય સમાચારો પણ છે...