તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચુંટણી:જિલ્લા પંચાયતની સીટ માટે 63 ફોર્મનું વિતરણ, 4 સ્થળે વિતરણની વ્યવસ્થા કરાઈ હતી

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 126 સીટો માટે પ્રથમ દિવસે કુલ 384 ફોર્મનું વિતરણ થયું હતું. જેમાં ગાંધીનગર જિલ્લા પંચાયત સીટો માટે અલગ અલગ ચાર જગ્યાએ ચુંટણી ફોર્મના વિતરણની વ્યવસ્થા રખાઈ હતી. સ્થાનિક સ્વરાજની ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે.

ત્યારે સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરીનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે એકપણ રાજકીય પક્ષ કે અપક્ષોએ ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રીગણેશ કર્યા નહી. પરંતુ ફોર્મનું ઢગલાબંધ વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે ફોર્મના વિતરણ અને ભરવાની સુવિધા ચારેય તાલુકામાં રાખવામાં આવી છે. જેમાં ગાંધીનગર તાલુકામાં 8 સીટો, માણસા તાલુકામાં 7, કલોલ તાલુકામાં 6 અને દહેગામ તાલુકામાં 7 બેઠકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આથી જિલ્લાના ચારેય તાલુકાઓમાંથી જિલ્લા પંચાયતની સીટો માટે કુલ 63 ફોર્મ ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો લઇ ગયા હતા. જ્યારે કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયતની કુલ 80 સીટો ઉપર ચુંટણી જંગમાં જંપલાવવા માટે કુલ 90 ઉમેદવારો ફોર્મ લઇ ગયા હતા. ઉપરાંત કલોલ અને દહેગામ નગરપાલિકાની કુલ 18 સીટો માટે અધધ.. 153 ફોર્મ ઉમેદવારો લઇ ગયા છે. તેમાંય સૌથી વધુ રસ કલોલ નગરપાલિકાની ચુંટણીમાં વધુ હોય તેમ પ્રથમ દિવસે જ કુલ 153 ફોર્મનું વિતરણ કરાયું હતું. જ્યારે તેની સરખામણીએ દહેગામ પાલિકામાંથી 78 ફોર્મનું વિતરણ થયું હતું. જ્યારે એકપણ રાજકીય પક્ષના કે અપક્ષ ઉમેદવારોએ પ્રથમ દિવસે ઉમેદવારી નોંધાવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો