ચૂંટણીનું કાઉન્ટડાઉન:ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતવિભાગમાં બે દિવસમાં 140 ઉમેદવારી પત્રોનું વિતરણ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતવિભાગમાં બે દિવસમાં કુલ- 140 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. બે દિવસમાં સૌથી વધુ 35 ઉમેદવારી પત્રોનું વિતરણ માણસા વિધાનસભા મતદાર વિભાગમાંથી થયા છે. સૌથી ઓછા 24 ઉમેદવારી પત્રોનું વિતરણ ગાંધીનગર(દ)વિધાનસભા મતવિભાગમાં થયા છે. આજે ગાંધીનગર(ઉ)વિધાનસભા મતવિભાગમાં એક અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે.
​​​​​​​માણસામાં સૌથી વધુ ઉમેદવારી પત્રોનું વિતરણ
​​​​​​​
ગાંધીનગર જિલ્લાની 34- દહેગામ, 35- ગાંધીનગર(દ), 36- ગાંધીનગર, 37- માણસા અને 38- કલોલ વિધાનસભા મતદાર વિભાગમાં ઉમેદવારી પત્રના વિતરણના બીજા દિવસે બપોરના 3 કલાક સુધીમાં કુલ- 140 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. જેમાં દહેગામ વિધાનસભા મતવિભાગમાં કુલ- 26, ગાંધીનગર(દ)વિધાનસભા મતવિભાગમાં કુલ- 24, ગાંધીનગર(ઉ)વિધાનસભા મતવિભાગમાં 30, માણસા વિધાનસભા મતવિભાગમાં કુલ- 35 અને કલોલ વિધાનસભા મતવિભાગમાં 25 ઉમેદવારી પત્રોનું વિતરણ બે દિવસમાં થયું છે.
આ ઉપરાંત ગાંધીનગર(ઉ)માં એક અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્ર વિતરણના બીજો દિવસે દહેગામ વિધાનસભા મતવિભાગમાં 10, ગાંધીનગર(દ)વિધાનસભા મતવિભાગમાં 9, ગાંધીનગર(ઉ) વિધાનસભા મતવિભાગમાં 12, માણસા વિધાનસભા મતવિભાગમાં 11 અને કલોલ વિધાનસભા મતવિભાગમાં 13 મળી કુલ 55 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે.
ઉમેદવારી પત્રોની ચકાસણી 18 તારીખે થશે
ગાંધીનગર જિલ્લામાં ઉમેદવારી પત્ર વિતરણ ચાલું છે. ઉમેદવારી પત્ર તા. 10 થી 17મી નવેમ્બર સુધી ( જાહેર રજા સિવાય) મળી શકશે. ભરાયેલા ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્ર મેળવવાનો અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય સવારના 11 થી બપોરના 3 કલાક દરમિયાન રાખવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિભાગના ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 18/11/2022 ના રોજ સવારના 11 કલાકથી આરંભ કરવામાં આવશે. તા. 21/11/2022ના બપોરના 3 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ રજૂ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...