તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુ 140 ઉમેદવારીપત્રનું વિતરણ

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાની કુલ 126 બેઠકો માટે ચોથા દિવસે વધુ 140 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું. જ્યારે તેની સામે 23 ફોર્મ ભરાયા હતા. સ્થાનિક સ્વરાજની ચુંટણીના ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ શનિવાર છે.

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 સીટો, કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયતની 80 સીટો અને દહેગામ તથા કલોલ પાલિકાની 18 સીટો માટે છેલ્લા ત્રણ દિવસમાં કુલ 863 ફોર્મનું વિતરણ થયું છે. જ્યારે ગુરૂવાર ચોથા દિવસે વધુ 140 ઉમેદવારી પત્રકો ઉમેદવારો લઇ જતા અત્યાર સુધી કુલ 1003 ફોર્મનું વિતરણ થયું છે. ગુરૂવારે ચોથા દિવસે ગાંધીનગર તાલુકા પંચાયત વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયતની 8 સીટો માટે વધુ 6 ફોર્મનું વિતરણ થયું હતું. તેજ રીતે કલોલ તાલુકા પંચાયતની ચુંટણી માટે 31 અને પાલિકાના 42 ફોર્મનું વિતરણ કરાયું છે. જ્યારે માણસા તાલુકા પંચાયત હદમાં જિલ્લા પંચાયત સીટોના 6, તાલુકા પંચાયતની સીટોના 55 ફોર્મનું વિતરણ થયું હતું. ઉમેદવારી ફોર્મના વિતરણની સાથે સાથે ભરાવવાની કામગીરી પણ કરવામાં આવી છે. જેમાં કલોલ તાલુકામાંપાલિકાના 7, તાલુકા પંચાયતના 6 ફોર્મ ભરાયા હતા. જ્યારે માણસા તાલુકામાંથી નગરપાલિકાના 1, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના 1-1 ફોર્મ ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો