તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CMનું સૂચન:દરેક ગામના યુવકો દવાનું વિતરણ, કોવિડની વ્યવસ્થા સંભાળે, 15 દિવસ સુધી ગામની નાકાબંધી કરી અવરજવર રોકો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મારું ગામ કોરોનામુક્ત અભિયાનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

ગામડાંઓ સુધી ફેલાયેલું કોરોના સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગામના સરપંચો અને યુવકોને જવાબદારી સોંપતા જણાવ્યું હતું કે સ્ટાન્ડર્ડ દવાઓનું વિતરણ-આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટર્સમાં ભોજન-રહેવાની વ્યવસ્થા ગામના આગેવાનો-યુવકો ઉપાડે. દરેક ગામમાં આઇસોલેશન સેન્ટર-કોવિડ કેર સેન્ટર્સ ઊભાં કરી જરૂરિયાત જણાય તેવા ગ્રામજનોને આઇસોલેટ કરવાં જોઈએ.

યુદ્ધના ધોરણે 15 દિવસ અભિયાન ચલાવો​​
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કરાવતા સીએમ રૂપાણીએ કહ્યું કે, ગામમાં નાકાબંધી કરી જરૂરિયાત પૂરતી જ અવર-જવર કરવા દઇને ગ્રામજનોમાં સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ. રાજ્યનો દરેક વ્યક્તિ પોતાને કોરોનાથી બચાવવાની પ્રતિજ્ઞા-સંકલ્પ કરશે તો આખું ગામ-રાજ્ય કોરોનાથી બચશે. આગામી 15 દિવસ આ અભિયાન યુદ્ધના ધોરણે ઉપાડી આપણે ગુજરાતના દરેક ગામને કોરોનામુક્ત બનાવવાના છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ક્હ્યું કે ગામના સરપંચો, પંચાયતના પદાધિકારીઓ આગળ આવી એક કમિટીનું ગઠન કરી નિયમિત બેઠક કરે અને ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનને સફળ બનાવે.