સેવાસેતુ કાર્યક્રમ:પોરના સેવસેતુમાં 1922 અરજીનો નિકાલ

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં વિવિધ વિસ્તારના 4500 જેટલા અરજદાર ઉપસ્થિત રહ્યા હતા

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પોર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. શુક્રવારનાં રોજ સવારે 9થી 5 કલાક સુધી મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ નંબર 8ની પોર પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. શહેરી નાગરિકોને સરળતાથી અને ઝડપી સેવા મળે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં સરકારના તમામ વિભાગોએ સેવા આપી હતી. સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે જરૂરી તમામ અરજી ફોર્મની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ નોટરી અને સ્ટેમ્પની વ્યવસ્થા વિનામૂલ્યે પુરી પાડવામાં આવી હતી.

તેમજ રાજ્ય સરકારની સુચના મુજબ મફત કાનૂની સહાય કૃષિ પ્રદર્શનનાં સ્ટોલ બનાવી સેવા પૂરી પાડવામાં આવી હતી .આ કાર્યક્રમ દરમિયાન અંદાજિત 4500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિભાગોને લગતી 1922 અરજીઓ આવી હતી. જે તમામ અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં મેયર, ડે.મેયર, ચેરમેન, કાઉન્સિલરો તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. જેઓએ તમામ વિભાગોના સ્ટોલની મુલાકાત લઇ માહિતી મેળવી હતી. મેયર હિતેશ મકવાણા દ્વારા પ્રાસંગિક ઉધબોધન કરવામાં આવ્યુ હતુ અને કાર્યક્રમની સુંદર વ્યવસ્થા તેમજ સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...