તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:ટિકિટ કપાતા નારાજ નેતાઓને શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવાયા, પ્રદીપસિંહને ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપાઈ

ગાંધીનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વર્તમાન કોર્પોરેટ રમીલાબેન વાઘેલાના પતિને કાર્યકારી પ્રમુખ તરીકે નિમાયા

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી ટાણે જ ગાંધીનગર શહેર કોંગ્રેસના પ્રમુખ કૌશિક શાહ અમેરિકા જતાં રહેતાં કાર્યકારી પ્રમુખ નિમવાની ફરજ પડી છે. મહિલા કોર્પોરેટર રમીલાબેન વાઘેલાના પતિ અને મનપાની ચૂંટણીમાં વોર્ડ નં-6માંથી ટિકિટ માટે દાવેદારી કરનાર પ્રદિપસિંહ વાઘેલાના પક્ષે આ કાંટાળો તાજ પહેરાવાયો છે. જેમના માથે હવે 12 દિવસના ટૂંકા ગાળામાં પક્ષના કાર્યકરોને સાથે રાખીને ચૂંટણીની કામગીરી કરવાની જવાબદારી આવી પડી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પ્રદિપસિંહની ટિકિટ કપાતા તેઓએ ભગાવત કરી હતી. ત્યારે પક્ષે તેમને જ કાર્યકારી પ્રમુખ બનાવી ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપી દીધી છે. પોતાની ટિકિટ પણ ન મેળવી શકનારા પ્રમુખ પર કાર્યકરો કેટલો વિશ્વાસ મુકશે તે એક સવાલ છે. પ્રદીપસિંહ શહેર કોંગ્રેસમાં મંત્રી, મહામંત્રી, પ્રદેશ મંત્રી, લીગલ સેલના અધ્યક્ષ સહિતના પદ પર રહી ચૂક્યા છે.

માત્ર શહેર કોંગ્રેસ જ નહીં જિલ્લા કોંગ્રેસ સંગઠનના આખા માળખામાં ફેરફાર કરવાની તાતી જરૂરિયાત હોવાનું કાર્યકરો માને છે. એક તરફ જિલ્લા પ્રમુખ પદે રહી સૂર્યસિંહ ડાભીએ ચૂંટણીમાં ઝપલાવી દીધું હતું. જેને પગલે તેઓ પોતાના પ્રચાર સિવાય સંગઠન પર કોઈ ધ્યાન આપી શક્યા ન હતા. બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખની વિદેશ જવાનું અગાઉથી જ નક્કી હતું, છતાં તેઓને પ્રમુખ પદે યથાવત્ રખાયા હતા. આ તરફ શહેર અને જિલ્લા, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈના વિવિધ વિભાગોમાં સંકલનનો અભાવ હોવાનું કોંગ્રેસમાં જગજાહેર છે. આ બધા કારણોને પગલે કાર્યકરો આખ સંગઠનમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો