તપાસ:મનપાની સ્ટોર શાખામાંથી શંકાસ્પદ બિલો ગૂમ થયાની ચર્ચા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૌભાંડના આક્ષેપોની તપાસમાં મનપાના વહીવટી અધિકારી સંજય શાહ આજે જવાબ રજૂ કરશે

મહાનગરપાલિકાની સ્ટોર શાખાના ખરીદી કૌભાંડમાં શુક્રવારે આક્ષેપિત અધિકારીને તપાસ સમિતિ સમક્ષ જવાબ રજૂ કરવાનો છે ત્યારે જ કેટલાંક બિલ ગુમ થઈ ગયાંની વાતો ચર્ચાઈ રહી છે.મનપાના વહીવટી (સંકલન) અધિકારી સંજય શાહ સ્ટોર શાખાનો હવાલો સંભળાતા હતા. આથી મોટા ભાગે કોર્પોરેશન નાનીમોટી વસ્તુઓની ખરીદીનું કામકાજ સંજય શાહના હસ્તક રહેતું હતું. જેમાં કૌભાંડના આક્ષેપો સાથે સંજય શાહને સસ્પેન્ડ કરાયા હતા. તેઓના સમયે થયેલા કેટલા ટેન્ડરો પણ રદ કરાયા હતા. આ મુદ્દે ડૅપ્યુટી મ્યુનિસિલ કમિશનર દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે શુક્રવારે સંજય શાહને જવાબ આપવા માટે બોલાવાયા છે.

તપાસ અને જવાબ સહિતના મુદ્દાઓ ભેગા કરીને આગામી સમયે તપાસનો રિપોર્ટ સોંપાશે. જોકે આ બધા વચ્ચે સ્ટોર શાખામાં કેટલાંક બિલો ગુમ થયાં હોવાની વાતો કોર્પોરેશનમાં ફેલાઈ છે. બીલો કોણે ગૂમ કર્યા અને કેમ ગૂમ કર્યા તે અંગે અનેક ચર્ચાઓ હાલ કોર્પોરેશનમાં શરૂ થઈ છે. સંજય શાહ ઓફીસ આવતા નથી તો બિલો કોણે ગુમ કર્યાં, તે એક સવાલ છે. ત્યારે હાલ તો તંત્ર દ્વારા શંકાસ્પદ બિલો શોધવા માટે પ્રયત્નોમાં પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...