કરોડોનું કૌભાંડ:વિશ્વ પ્રસિદ્ધ Cox&King કંપનીના ડાયરેકરોએ યશ બેંક સાથે 1108 કરોડની છેતરપિંડી આચરી, ગાંધીનગર CID ક્રાઇમમાં ફરિયાદ દાખલ

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાણાંકીય વર્ષનાં ખોટા હિસાબો આપી બેંકને અંધારામાં રાખી, ઓડિટ રિપોર્ટમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું

વિશ્વ પ્રસિદ્ધ cox&king કંપનીના મૂળભૂત ડાયરેક્ટર દ્વારા પેટા કંપનીના નામે 1108 કરોડની લોન લઈને યસ બેંકમાં કંપનીના ખોટા વાર્ષિક અહેવાલો રજૂ કરીને સુવ્યવસ્થિત કાવતરૂ રચી બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે યસ બેંકના ચીફ વિજીલન્સ ઓફિસર દ્વારા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મુંબઈ સ્થિત યસ બેંકના ચીફ વિજીલન્સ ઓફિસર સંદીપ મહેરાએ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2017માં cox & king ગ્રુપની Eazeego one travels & tours limited દ્વારા લોનની માંગણી કરાતાં બેંક સાથે સંબંધો પ્રસ્થાપિત થયા હતા. બાદમાં cox & king ગ્રુપની પેટા કંપની promethoan enterprise limited(PEL) ને પણ લોનની જરૃર પડતાં યસ બેંકે 1400 કરોડ (usd 187mm) વર્ષ - 2018 માં મંજૂર કર્યા હતા.

આ લોનમાંથી USD 30 MM નવેમ્બર 2018 માં અબુ ધાબી કોમર્શિયલ બેંક કે જે હાલ UAE સ્થિતિ છે. તેને વેચવામાં આવી હતી. આ લોન એક વિદેશી કંપનીને આપવાની હોવાથી યસ બેંકની ગિફ્ટ સિટી ગાંધીનગર આવેલી ઈન્ટરનેશનલ ફાયનાન્સ સર્વિસ સેન્ટર ખાતે બુક કરવામાં આવી હતી. બાદમાં PEL ને તા. 15/3/2018 ના રોજ 185 MM GBP લોન એક્સિસ બેંક હોંગ કોંગના એકાઉન્ટમાં અપાઈ હતી. જેનાં કરાર મુજબ વ્યાજ મુદલ ત્રણ મહિને લોન એકાઉન્ટમાં જમા થતું હતું.

બાદમાં આરબીઆઇની ગાઈડ લાઈન મુજબ PEL દ્વારા પૈસા નહીં ચૂકવવામાં આવતા તેનું એકાઉન્ટ NPA જાહેર કરવામાં આવ્યું હતું. અને બેંક દ્વારા PEL કંપની ઉપર લંડનમાં administrativeની નિમણૂક કરી UK કોર્ટના હુકમ મુજબ કંપનીના રેકોર્ડ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં PEL દ્વારા આપવામાં આવેલા વર્ષ 2017-2018 અને 2018 - 2019 ના વાર્ષિક રિપૉર્ટ બનાવટી હોવાનું સામે આવ્યું હતું.

આ સિવાય PEL દ્વારા લોનની પૂર્વ ચૂકવણી માટે જે એજ્યુકેશન બિઝનેસનું વેચાણ કરાયું હતું. તેમાંથી થયેલી આવક ઉપર સૌ પ્રથમ યસ બેંકનો હક હોવા છતાં નાણા અન્ય જગ્યાએ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા. જેથી બેંકે PEL ના એકાઉન્ટને રેડ ફ્લેગ એકાઉન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અને આરબીઆઇએ પણ એજ રીતે PEL ના એકાઉન્ટને રેડ ફ્લૅગ જાહેર કર્યું હતું. આમ બેંક સાથે આયોજન પૂર્વક 1108 કરોડની છેતરપિંડી આચરવામાં આવતા Cox & king ના મૂળભૂત ડાયરેક્ટ / કર્મચારી અજય અજીત પીટર કેલકર, એન્થની બૂટક મેરીક ગુડ અને અભિષેક ગોયેન્કા સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ પોલીસ મથકમાં આઇપીસી કલમ 406,409,420,465,467,468,471,477A,120 B અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...