ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન થકી શહેરમાં કોન્ટ્રાક્ટથી પરિવહન સેવા પૂરી પાડતી યોગી એડયુટ્રાન્ઝિટ પ્રા. લિનાં ડાયરેક્ટર ભરતસિંહ કુંપાવતે વાહન અકસ્માતના ગુનામાં બસની ખોટી પોલિસી મોટર એકસીડન્ટ ક્લેઈમ્સ ટ્રીબ્યુનલ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ કરી આર્થિક ફાયદો મેળવવા માટે કૌભાંડ આચરી ન્યુ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ સાથે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગઈ છે. આ અંગે અડાલજ પોલીસ મથકમાં યોગી બસ સર્વિસના ડાયરેક્ટર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર યોગી એડયુટ્રાન્ઝિટ પ્રા. લિની સીટી બસનો અકસ્માત થયો હતો
ધી ન્યુ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ ગાંધીનગરનાં કુડાસણ ખાતે આવેલી ડિવીઝનલ ઓફીસનાં સિનીયર ડિવીઝનલ મેનેજર મોહંદમ રફિક શેર મોહમંદ શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ અડાલજ પોલીસ મથકમાં એપ્રિલ 2021 ઇ.પી.કો કલમ 279,304(અ) તથા એ મ.વી એકટ કલમ 177,184 મુજબનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ગાંધીનગર યોગી એડયુટ્રાન્ઝિટ પ્રા. લિની સીટી બસ (નંબર GJ 18 AZ 4946) નો ડ્રાયવર જયદિપ અડાલજ પોલીસ મથકે હાજર થઈ બસ પોતે ચલાવતો હોવાની કબૂલાત કરી હતી. અને સીટી બસના કાગળો તથા ડ્રાયવિંગ લાયસન્સ રજુ કર્યા હતા.
મોટર એકસીડન્ટ કલેઇમ્સ ટ્રીબ્યુનલ ડીસ્ટ્રીક કોર્ટમાં ફેક પોલીસી રજૂ કરી
જેમાં ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીની વીમા પોલીસી પણ રજૂ કરી હતી. જે પોલિસીમાં વીમા માલિકનું નામ યોગી એડયુટ્રાન્ઝીટ પ્રા.લિ હતું. બાદમાં આ ગુનાના સબબ ઈન્સ્યોરન્સ કંપનીને ગાંધીનગર મોટર એકસીડન્ટ કલેઇમ્સ ટ્રીબ્યુનલ ડીસ્ટ્રીક કોર્ટમાં તા.30/06/2021 ના રોજ હાજર રહેવા નોટીસ મળી હતી.જેથી ઇન્સ્યોરન્સ કંપનીના એડવોકેટ દ્વારા યોગી એડયુટ્રાન્ઝીટ પ્રા.લિ નામની પોલીસીની નકલ મેળવવામાં આવી હતી. જે પોલીસીની ઇન્સ્યોરન્સ કંપનીએ તપાસ સીટી બસ (નંબર GJ 18 AZ 4946) ની વીમા પોલીસી ફેક હોવાનું બહાર આવ્યું હતું.
ખોટી વીમા પોલીસીનો કારસો ઘડયો હતો
જે અન્વયે આ ખોટી વીમા પોલીસીની તપાસ કરવા અડાલજ પોલીસ સ્ટેશનમાં ઈન્સ્યોરન્સ કંપની દ્વારા અરજી આપવામાં આવી હતી. ત્યારે અડાલજ પોલીસની તપાસમાં પણ યોગી સીટી બસની વીમા પોલીસી ફેક(ખોટી) હોવાનુ પુરવાર થયું હતું. અને આ પોલીસી ગાંધીનગર મોટર એકસીડન્ટ ક્લેઈમ્સ ટ્રીબ્યુનલના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ મેઇન કોર્ટમાં મોટ૨ એકસીડન્ટ કલેઇમ પીટીશનમાં રજૂ કરી આર્થિક ફાયદો મેળવવાનો કારસો યોગી બસના ડાયરેક્ટર ભરતસિંહ રઘુનાથસિંહ કુંપાવત (રહે. મકાન નંબર-5 સિધ્ધિ વિનાયક સોસયટી, ગાંધીનગર) દ્વારા રચવામાં આવ્યો હોવાનું બહાર આવતાં અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.