તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી કાર્યાલયની અંદરની વાત:ભાજપ અને કૉંગ્રેસના રિસાયેલા કાર્યકરોને મનાવવા ધારાસભ્યો અને નેતાઓની ડેમેજ કંટ્રોલ સાથેની ડિનર ડિપ્લોમસીની કવાયત

ગાંધીનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારોનાં કાર્યાલયો પર ભીડ ભેગી કરવા માટે નારાજ થયેલા સ્થાનિક નેતાઓને શાંત કરવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે
 • કેટલાક નવા ચહેરાના ઉમેદવારો પોતાના પક્ષના કાર્યકરોને ઓળખતા ના હોવાથી અનેક વોર્ડમાં આંતરિક ઘર્ષણ અને ઈગો પ્રોબ્લેમ

રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીઓના પ્રચાર-પ્રસારનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગણતરીના દિવસો જ છે, ત્યારે આગામી સમયમાં રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસાર માટે સમર્થકો અને કાર્યકરોને કામે લગાડવા ભાજપ-કોંગ્રેસ દ્વારા જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રિસાયેલાને મનાવવા માટે ધારાસભ્યો અને નેતાઓની હાજરીમાં ડિનર ડિપ્લોમસી સાથે ડેમેજ કંટ્રોલની કવાયત ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતાં નારાજ થયેલા ભાજપ, કોંગ્રેસના નારાજ કાર્યકરોને મનાવવા માટેનું ડેમેજ કંટ્રોલ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ રિસાયેલા સિનિયર નેતાઓનાં મનામણાં કરીને કાર્યકરોને મનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉમેદવારને રાતોરાત ભાજપે-કોંગ્રેસે સીધી ટિકિટ આપી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનાં ચૂંટણી કાર્યાલય ધમધમી રહ્યાં છે, ત્યાં પણ કાર્યકરોને ભીડ એકઠી કરવા તેમજ છેલ્લી ઘડીએ કપાઈ ગયેલા ટિકિટવાંછુઓની હાજરી ચૂંટણી કાર્યાલય પર રહે એ માટે રણનીતિ અપનાવવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટા ભાગના કિસ્સાઓમાં એવું પણ થયું છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે નવા નવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે એમાં કેટલાક ઉમેદવારને રાતોરાત ભાજપે અથવા તો કોંગ્રેસે સીધી જ ટિકિટ આપી છે.

બાપુનગરના ભાજપ કાર્યાલય ખાતે ગરમ ભજીયા અને ત્યારબાદ આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી
બાપુનગરના ભાજપ કાર્યાલય ખાતે ગરમ ભજીયા અને ત્યારબાદ આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી

રાજકીય પક્ષો માટે નવી ઉપાધિનું સર્જન
ખાસ કરીને રાજકીય પાર્ટીના કાર્યકરો ઉમેદવારને ઓળખાણ નથી, જે કારણે રાજકીય પક્ષો માટે નવી ઉપાધિનું સર્જન થયું છે, ત્યારે હવે નવા ચહેરાઓની ઓળખાણ સાથે નારાજ કાર્યકરો અને અગ્રણી હોદ્દેદારો ઉમેદવારના પ્રચાર-પ્રસારમાં જોડાઈ એવું આયોજન કરવાની જવાબદારી ધારાસભ્ય પર છોડી દેવામાં આવી છે. ખાસ કરીને ડિનર ડિપ્લોમસી અને ખાટલા બેઠકોમાં ઓછી સંખ્યા અને કાર્યકરોની પાંખી ઉપસ્થિતિથી ભાજપ અને કોંગ્રેસમાં રહેલી નારાજગી હજુ દૂર નહિ થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

નેતા-કાર્યકરોની નારાજગી કોંગ્રેસ પાર્ટીમાં યથાવત્
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ આકરા માપદંડોને કારણે અને મોવડીમંડળના નિર્ણયને કારણે ભાજપમાં પણ અસંતોષનું ભૂત હજુ ધૂણી રહ્યું છે. એટલું જ નહીં, અગ્રણી નેતા અને કાર્યકરોની નારાજગી કોંગ્રેસ પાર્ટીમાં પણ યથાવત્ રહી છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કાર્યકરોની મદદ મેળવવા માટે આવો નવા કાવાદાવા રચવામાં આવી રહ્યા છે અને બંને પક્ષે મનાવવા-સમજાવાની છેલ્લી ઘડીની ગતિવિધિઓ તેજ કરવામાં આવી રહી હોવાના અહેવાલ વહેતા થયા છે.

પ્રચાર કરતા કાર્યકરો માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા
પ્રચાર કરતા કાર્યકરો માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા

કાર્યકર્તાઓ માટે વેજ,નોનવેજ બન્ને પ્રકારની વ્યવસ્થા
શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યકરો માટે ઉમેદવાર અને પાર્ટી કાર્યાલય પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાતે બાપુનગરના ભાજપ કાર્યાલય ખાતે ગરમ ભજીયા અને ત્યારબાદ આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. નરોડા વિસ્તારમાં ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં લોકો હતા, ત્યાં સેવ ઉસળની વ્યવસ્થા હતી. તેની સાથે શહેરનાં કોટ વિસ્તારમાં કોંગ્રેસના દિવસ રાત પ્રચાર કરતા કાર્યકરો માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં વેજ નોનવેજ બન્ને પ્રકારના જમવાની વ્યવસ્થા છે.

અહીંયા રોજ ગરમા ગરમ નાસ્તો મળે છે: કિશોર ભાઈ
શહેરના બાપુનગર વિસ્તારમાં ભાજપ કાર્યાલય ખાતે દિવ્યભાસ્કર પહોંચ્યું ત્યારે ત્યાં હાજર કિશોર ભાઈએ જણાવ્યું હતું કે, અહીંયા રોજ 200થી વધુ લોકો આવે છે. અમે પણ અહીંયા રોજ આવીએ છીએ નાસ્તો તો રોજ ગરમ હોય છે પણ તેની સાથે કાર્યકરોનો ઉત્સાહ પણ ખૂબ સારો છે નાસ્તાના સમયે ઘણી વખત ચૂંટણીની ચર્ચા પણ થાય છે.બીજીતરફ શહેરના ખાડીયા વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર દિવસ રાત અનેક લોકો આવે છે. જે કાર્યકરો દિવસ રાત કામ કરે છે તેના માટે જમવાની પણ અલગ વ્યવસ્થા કરવામાંઆવી છે. આ અંગે કાર્યાલય પર કોંગ્રેસ માટે પ્રચાર કરતા ફરહાન ખાને જણાવ્યું કે, અહીંયા દરેક ધર્મના લોકો આવે છે જે દિવસ રાત કોંગ્રેસ માટે પ્રચાર કરે છે. જેમના માટે વેજ અને નોન વેજ બન્ને પ્રકારના જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાત્રી ના સમયએ વૉર્ડના મુખ્ય કાર્યાલય પર લોકો નો જમાવડો જોવા મળે છે
રાત્રી ના સમયએ વૉર્ડના મુખ્ય કાર્યાલય પર લોકો નો જમાવડો જોવા મળે છે

10-15 ભાષણ પતે પછી ચા-નાસ્તો પીરસવામાં આવે છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈને તમામ રાજકીય પક્ષ એ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. દિવસ દરમિયાન રોડ શો અને સોસાયટીઓમાં જઈને પ્રચાર કરતા હોય છે સાથે દરેક વોર્ડમાં તમામ પાર્ટીના કાર્યાલય પર પણ રાત્રે સભા કે મિટિંગ યોજવામાં આવી રહી છે. ત્યારે મતદારને રીઝવવા રાત્રી ના સમય કાર્યાલય પર કેટલીક જગ્યાએ કેટરિંગ વાળાને દરરોજ ના નાસ્તા માટેનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. રાત્રી ના સમયએ વૉર્ડના મુખ્ય કાર્યાલય પર લોકો નો જમાવડો જોવા મળે છે. 10-15 ભાષણ પતે પછી લોકો ને રીઝવવા દરરોજ ચા-નાસ્તો પીરસવામાં આવે છે જેથી લોકો મોટી સંખ્યામાં કાર્યાલય એ દોડી આવે છે.

રોજ 200 લોકોને નાસ્તો પીરસવામાં આવે છે
અમદાવાદના પૂર્વ વિસ્તારના નરોડા વોર્ડના ભાજપ કાર્યાલય પર લોકોનો જમાવડો જોવા મળ્યો. કાર્યાલય પર લોકોને રીઝવવા માટે સેવઉસળનો નાસ્તો રાખવામાં આવ્યો હતો. મહત્વ છે કે દરરોજ કાર્યાલય પર અવનવી વાનગી લોકો માટે તૈયાર કરવામાં આવી રહી છે સાથે ચા-પાણીની પણ લોકો મળે તે માટે કાઉન્ટર તૈયાર કરી દીધા છે. આ કાર્યાલય પર અંદાજીત 200 લોકોને રોજ નાસ્તો પીરસવામાં આવે છે બીજી બાજુ નરોડા ના જ કોંગ્રેસ કાર્યાલય સુમસાન હાલતમાં જોવા મળ્યું કારણ કે કાર્યાલય પર ઉમેદવાર જ ઉપસ્થિત ન હતા સાથે તેઓ પ્રચારમાં વ્યસ્ત હોઈ શકે પણ કાર્યાલય પર પણ કોઈ કાર્યકર ન જોવા મળ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો