તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધારાસભ્યની જીદને કારણે સરસપુરમાંથી ચૂંટણી લડવા માગતા દિનેશ શર્માને તેમની આખી પેનલ ઉતારવાની તક ન મળી. આથી પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ ધારાસભ્ય હિંમતસિંહ સાથે ઘર્ષણ ટાળ્યું હતું. તેમણે વચલો માર્ગ કાઢીને હિન્દી પ્રાંતના મતદારોની સંખ્યા ધરાવતા ચાંદખેડામાંથી ટિકિટ મેળવી હતી અને તેની પેનલના ઉમેદવારોને પણ ત્યાંથી ટિકિટ અપાવી હતી.
અમદાવાદ મનપાની ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થઇ ગયું છે. આ ગઠબંધનના ભાગરૂપે સરદારનગરમાં એનસીપીના નેતા નિકુલસિંહ તોમરને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી હતી. તોમર કોંગ્રેસના મેન્ડેટ પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે. કોંગ્રેસે એનસીપીના ઉમેદવારને ટિકિટ આપતા એનસીપીએ અમદાવાદ મ્યુનિ. એકપણ ઉમેદવારને ઉભા રાખ્યા નથી. એનસીપી અને કોંગ્રેસ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા પુરતું ગઠબંધન થયું હોવાનું સુત્રોનું કહેવું છે. આથી એનસીપીએ કોઇ ઉમેદવાર ઉભા રાખ્યા નથી.
ટિકિટ ફાળવણીમાં અન્યાયના આક્ષેપ સાથે હિંમતસિંહના ઘરે મોડી રાત્રે હોબાળો
એસસી કેટેગરીને અસંતોષના મુદ્દે રાત્રે હિંમતસિંહ પટેલના ઘરે હોબાળો થયો હતો. ઠકકરબાપાનગર, રખિયાલ અને બાપુનગર,સરસપુરમાં એસસી કેટેગરીના દાવેદારોને જોઇએ તેટલી સંખ્યામાં ટિકિટ મળી હતી નહી. જે નેતાઓ આંદોલન કરતી વખતે હંમેશા હાજર રહેતા હતા તેવા યુવા નેતાઓને ટિકિટ મળી નહીં. આથી કેટલાક યુવા નેતાઓ મોડી રાત્રે હિંમત સિંહના ઘરે પહોંચી ગયા હતા. તેમણે હિંમત સિંહના ઘરે પહોંચીને હોબાળો કર્યો હતો. ધારાસભ્ય ઘરે હતી નહીં અને એટલે તેમના પુત્રએ આખો મામલો સંભાળ્યો હતો. છેવટે હિંમતસિંહના પરિવારજનોએ હિંમતસિંહસાથે ફોન પર વાત કરાવતા કાર્યકરો તેમના ઘરેથી નીકળી ગયા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.