અવઢવ:STના કર્મીઓના પ્રશ્નો અંગે સંકલન સમિતિ સાથે ચર્ચા અંગે દ્વિધાભરી સ્થિતિ

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્નોના ઉકેલ માટે સરકાર હાલમાં બેઠક કરવાના મૂડમાં ન હોવાના સંકેત
  • સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ ન મળતાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા
  • માગણી નહી સંતોષાય તો આગામી 7મીએ માસ સીએલનું શસ્ત્ર ઉગામવામાં આવશે: કર્મચારીઓ

ગાંધીનગર એસ ટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર બેઠક કરવાના મૂડમાં જણાતી હોય તેમ લાગતુ નથી જેને પરિણામે ચાલી રહેલી લડત આગામી સમયમાં ઉગ્ર સ્વરૂપ પકડશે. લડત આંદોલનના ભાગરૂપે રાજ્યભરના ડેપોમાં ઘંટનાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કર્મચારીઓની માંગ નહી સંતોષાય તો આગામી 7મીએ માસ સીએલનું શસ્ત્ર ઉગામશે તેમ કર્મચારીઓએ જણાવ્યું છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલની માંગણી સાથે છેલ્લા 3-3 વર્ષથી રાજ્ય સરકારમાં લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવે છે. ઉપરાંત ગત 2019માં નિગમના ડ્રાઇવર અને કંડક્ટર કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. ત્યારે ડ્રાઇવર અને કંડક્ટરોને લોલીપોલ આપતા એસ ટી નિગમના કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી.

જોકે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા એસ ટી નિગમના કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે નિરસતા વલણ દાખવવામાં આવતા કર્મચારીઓએ ગત માસથી લડત આંદોલન શરૂ કર્યું છે. તેમાં પ્રથમ તબક્કામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સતત દસ દિવસ સુધી એસ ટી નિગમના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી.

ત્યારબાદ કર્મચારીઓએ સતત ચાર દિવસ સુધી સૂત્રોચાર કર્યા છે. તેમ છતાં રાજ્ય સરકારે એસ ટી નિગમના કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે કોઇ જ નક્કર કાર્યવાહી કરી નથી. બીજી તરફ એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોની સંકલન સમિતિના હોદ્દેદારોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર તેમજ એસ ટી નિગમના ઉચ્ચ અધિકારીઓને મળવા ગયા તો કોઇ જ બેઠક થઇ નહી હોવાનું એસ ટી નિગમના કર્મચારીઓએ જણાવ્યું છે. કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં નહી આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીને માસ સીએલ ગત વર્ષ-2019 કરતા પણ લાંબી ચાલશે તેવી ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...