તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:RTEના પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવામાં વાલીઓને મુશ્કેલી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ ભરવાના દિવસો ઓછા હોવાથી મુંઝવણ વધી
  • પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરાઈ છે પરંતુ અપલોડ નહીં થતાં વાલીઓ માટે સાત કોઠા વિંધવા સમાન પરિસ્થિતિ બની

ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને મફત શિક્ષણ મળે તે માટે વાલીઓ પોર્ટલ ઉપર ઓનલાઇન ફોર્મ ભરી રહ્યા છે. પરંતુ અપલોડ જ નહીં થતાં વાલીઓ માટે સાત કોઠા વિંધવા સમાન પરિસ્થિતિ બની રહી છે. જ્યારે ઓનલાઇન ફોર્મ 5મી, જુલાઇ-2021 સુધી જ ભરવાની મુદત હોવાથી વાલીઓમાં મુંઝવણમાં વધારો થયો છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણના કાયદાની અમલવારી કરાઈ રહી છે. જેના ભાગરૂપે હાલમાં નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ-1માં પ્રવેશ આપવાની કામગીરી ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાં આરટીઇ મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. પરંતુ ઓનલાઇન ફોર્મ ભરવા માટે શિક્ષણ વિભાગે બનાવેલું પોર્ટલ ખુલતું જ નહીં હોવાથી વાલીઓની મુંઝવણ વધી છે. જોકે રાજ્યના શિક્ષણ વિભાગે આરટીઇ મુજબ શિક્ષણ વિભાગના પોર્ટલ ઉપર ઓનલાઇન ફોર્મ તારીખ 25મી, જૂનથી તારીખ 7મી, જુલાઇ સુધી જ ભરવાની સમય મર્યાદા આપેલી છે. ત્યારબાદ વાલીઓ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી શકાશે નહી.

આથી એક બાજુ ઓનલાઇન ફોર્મ ભરવાનો સમય ઓછો આપવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ પોર્ટલ ઓપન નહી થતાં વાલીઓની હાલત અેવરેસ્ટ સર કરવા જેવી સ્થિતિ બની રહી છે. જો નિયત સમય મર્યાદામાં વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકે નહી તો પોતાના સંતાનને ખાનગી શાળામાં ભણાવવાનું સ્વપ્ન મૃગજળ સમાન બની શકે છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાદ બીજા જ દિવસથી ઓનલાઇન ભરાયેલા ફોર્મના વેરીફિકેશનની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...