ધરણાં પ્રદર્શન:ગાંધીનગરમાં 'કર્મચારી મહાસંઘ'નાં નેજાં હેઠળ અલગ અલગ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઉટસોર્સિંગ, રોજમદાર કર્મચારી મહાસંઘે અગાઉ માનવ અધિકાર આયોગમાં રજૂઆત કરી હતી

ગુજરાત સરકારની અલગ અલગ શાખામાં વર્ગ-3 અને 4ની કેડરમાં કરાર આધારીત, આઉટસોર્સિંગ કે રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ સંદર્ભે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં લાંબા સમયથી પડતર માંગણીઓ સબબ કોઈ હકારાત્મક નિરાકરણ નહીં લાવવામાં આવતા આજે ગુજરાત કરાર, આઉટસોર્સ અને રોજમદાર કર્મચારી મહાસંઘનાં નેજાં હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કરીને ફરીવાર સરકાર પાસે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગણી કરવા આવી છે.

કર્મચારીઓને મળતા લાભ કરાર આધારીત કર્મચારીઓને મળતા નથી
રાજ્ય સરકારની અલગ અલગ શાખામાં વર્ગ-3 અને 4ની કેડરમાં કરાર આધારીત, આઉટસોર્સિંગ કે રોજમદાર તરીકે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેમાંથી અમુક કચેરીઓમાં કરાર આધારીત, રોજમદાર કે આઉટસોર્સિંગ કર્મચારીઓ એકથી બે દાયકાથી ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં સરકારી કર્મચારીઓને મળતા લાભ કરાર આધારીત કર્મચારીઓને મળતા નથી. ફિક્સ વેતન લેતા કર્મીઓની હાલત એક સાંધતા તેર તૂટે તેવી બની રહી હોવાનો આક્ષેપ કરાર આધારીત, આઉટસોર્સિંગ કે રોજમદાર કર્મચારીઓએ કર્યો છે. ઉપરાંત આઉટ સોર્સિંગ કર્મચારીઓને કોરોનામાં છુટા કરી દેવાતા તેઓની આર્થિક હાલત કફોડી બની રહી છે.

સરકારી કર્મચારીઓ જેવા લાભો આપવાની માંગણી
કોરોનાની મહામારીમાં કેટલાય કર્મચારીઓના મોત થયા હોવા છતાં રાજ્ય સરકાર તરફથી આર્થિક કોઇ જ સહાય કે વળતર આપવામાં આવ્યું નહી હોવાનો આક્ષેપ ગુજરાત કરાર, આઉટસોર્સિંગ, રોજમદાર કર્મચારીઓએ કર્યો છે.આથી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને નોકરીમાંથી છુટા કરેલા કર્મચારીઓને પુન: નોકરીમાં લેવા તેમજ સરકારી કર્મચારીઓ જેવા લાભો આપવાની માંગણી સાથે અગાઉ માનવ અધિકાર આયોગમાં લેખિત રજુઆત ગુજરાત કરાર આઉટસોર્સિંગ રોજમદાર કર્મચારી મહાસંઘ દ્વારા કરાઈ હતી.ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ ને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી. તેમ છતાં આજદિન સુધી પડતર માંગણીઓનું નિરાકરણ આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...