મતભેદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મુદ્દે પાટીદારોના જૂથોમાં મતભેદ સર્જાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોડલધામ, સરદારધામ, ઉમિયાધામ ખસી ગયા
  • ઉમિયા માતા કેમ્પસમાં પાટીદારોને વધુ ટિકિટ મળે એ માટે બેઠક મળવાની હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર નેતાઓ માટે મહત્તમ બેઠકો પર ટિકિટ માગવાનો તખ્તો તૈયાર કરવાના વ્યૂહ સાથે અમદાવાદના સોલા પાસે આવેલા ઉમિયા માતા કેમ્પસમાં પાટીદાર સમાજની સંસ્થાઓની એક બેઠકની જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત પ્રમાણે તેમાં ઊંઝા અને સિદસર ઉમિયા માતા સંસ્થા ઉપરાંત ખોડલધામ, વિશ્વ ઉમિયામાતા સંસ્થાન જાસપુર અને સરદાર ધામ સંસ્થાઓ હાજર રહેશે તેવો દાવો કરાયો હતો. જો કે આ જાહેરાતના થોડાં જ કલાકોમાં પાટીદાર સંસ્થાઓ વચ્ચે ઊભા ફાડીયા પડી ગયાં છે. ત્રણ પાટીદાર સંસ્થાઓએ આ બેઠકમાં ભાગ લેવા નનૈયો ભણી દીધો છે.

સોમવારે સુપ્રીમ કોર્ટે ઇડબ્લ્યુએસ અનામત મામલે આપેલા ચૂકાદાનું સમર્થન કરતો નિર્ણય કરતાની સાથે જ આ જાહેરાત કરવામાં આવી હતી જેમાં ઊંઝા ઉમિયામાતા ટ્રસ્ટના ચેરમેન અને દસક્રોઇ ધારાસભ્ય બાબુ જમના પટેલ, ઉપપ્રમુખ રમેશ દૂધવાળા અને સી.કે. પટેલ તથા સૌરાષ્ટ્રથી ઉમિયાધામના જયરામભાઇ વાંસજાળીયા અને ખોડલધામના નરેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહેશે તેવું કહેવાયું હતું. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે પોતે બહારગામ હોવાથી હાજર રહેવાની અસમર્થતા દર્શાવી હતી. તો ખોડલધામના ટ્રસ્ટીઓ દિનેશ કુંભાણી અને રમેશ ટિલાળાએ સ્પષ્ટતા કરી હતી કે આ મિટિંગનું આયોજન અમને પુછ્યા વગર થયું હોવાથી અમે હાજર નહીં રહીએ જ્યારે સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાએ કહ્યું કે અમે તો શૈક્ષણિક સંસ્થાન હોવાથી રાજકીય વિષયમાં અમે હાજર નહીં રહીએ.

અન્ય સમાચારો પણ છે...