તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતત 9મા દિવસે કેસ ઘટ્યા:શું ગુજરાતમાં 30 એપ્રિલે બીજી લહેરનો પિક આ‌વી ચૂક્યો હતો?; 12 જિલ્લામાં શૂન્ય મોત, અમદાવાદમાં નવા કેસ 3000ની નીચે આવ્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 5 દિવસમાં 9 હજાર એક્ટિવ કેસ ઘટ્યા જ્યારે મેના 9 દિવસમાં જ 1.14 લાખ લોકો સ્વસ્થ થયા
  • 19 દિવસ પછી 11500થી ઓછા કેસ, તેના કરતા 3500થી વધુ સાજા
  • 70 દિવસ પછી રાહતના સંકેત- હોસ્પિટલમાં અોક્સિજન બેડ ખાલી થવા માંડ્યા, એમ્બ્યુલન્સ અને સ્મશાનગૃહોની લાઈનો ઓછી થઈ

શું ગુજરાતમાં કોરોનાનો બીજો પિક આ‌વી ચૂક્યો છે? છેલ્લા 9 દિવસથી કોરોનાના કેસમાં જે રીતે ઘટાડો થઈ રહ્યો છે, તેનાથી તો આવા જ સંકેત મળી રહ્યા છે. જોકે, નિષ્ણાતો હાલ કશું કહેવા તૈયાર નથી. રવિવારે રાજ્યમાં 11 હજાર નવા કેસ નોંધાયા, જ્યારે આ દરમિયાન 14770 લોકો સાજા પણ થયા. નવા કેસની તુલામાં સાજા થનારાની વધતી સંખ્યા મોટી રાહતના સંકેત છે.

1 મે પછી અત્યાર સુધી 9 હજાર એક્ટિવ કેસ ઘટી ચૂક્યા છે. આ ગાળામાં 1.14 લોકો કોરોનાને હરાવીને ઘરે જઈ ચૂક્યા છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એપ્રિલમાં એક દિવસમાં મૃત્યુનો સત્તાવાર આંકડો 180 સુધી પહોંચી ગયો હતો, જે ઘટીને 121 થઈ ગયો છે. કોરોનાના હોટસ્પોટ બની ગયેલા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ કેસ ઝડપથી ઘટી રહ્યા છે. સુરત, વડોદરા અને રાજકોટમાં તો મૃત્યુઆંક સિંગલ ડિજિટમાં આવી ગયો છે. જોકે, ગ્રામીણ ગુજરાતમાં હજુ કેસ આવી રહ્યા છે.

મેના 9 દિવસમાં 1,14,456 દર્દી સાજા, કેસ 2763 ઘટ્યા

દિવસકેસસાજામૃત્યુ
1 મે1384710582172
2 મે1297811146153
3 મે1282011999140
4 મે1305012121131
5 મે1295512995133
6 મે1254513021123
7 મે1206413085119
8 મે1189214737119
9 મે1108414,770121
કુલ1132351144561211

બીજી લહેરમાં ગુજરાતમાં કોરોનાના ચાર મુખ્ય પડાવ

...8 ફેબ્રુઆરીએ સૌથી નીચલા સ્તરે હતો કોરોના
232 કેસ હતા આ દિવસે, ફક્ત 1 મૃત્યુ થયું હતું, જ્યારે 450 સાજા થયા હતા.

30 એપ્રિલે સૌથી વધુ કેસ
14605 કેસ હતા આ દિવસે, 173 મૃત્યુ થયા હતા, જ્યારે 10 હજાર સાજા થયા હતા.

1 મેએ ઘટવાના શરૂ થયા કેસ
13847 કેસ હતા આ દિવસે, 172 મૃત્યુ થયા હતા, જ્યારે 10582 લોકો સાજા થયા હતા.

...અને 9 મેએ
11084 કેસ આવ્યા રવિવારે, 121 મૃત્યુ થયા, જ્યારે 14770 લોકો સાજા થયા.

રિકવરી રેટ 5% વધ્યો
1 મેએ ગુજરાતનો રિકવરી રેટ 73.78% હતો, જ્યારે 9 મેએ તે આશરે 5% વધીને 78.27% પર પહોંચી ગયો છે.

અહીં પણ અસર જોવા મળી
1. ટેસ્ટ કરાવનારાની લાઈનો ડૉમ પર ઘટવા લાગી.
2. હોસ્પિટલો બહાર દેખાતી એમ્બ્યુલન્સ ઓછી થઈ.
3. હોસ્પિટલોમાં વેન્ટિલેટર, આઈસીયુ બેડની માંગ ઘટી.
4. ઓક્સિજન, ઈન્જેક્શનની માંગમાં ઝડપી ઘટાડો નોંધાયો.
5. સ્મશાનગૃહોમાં લાગતી કતારો પણ ગાયબ થઈ ગઈ.

બેડ ખાલી થતાં જ મૃત્યુ પણ ઘટશે
​​​​​​​
ડૉક્ટરોનું કહેવું છે કે, કોરોનાથી મૃત્યુ વધવાનું કારણ દર્દીઓને અપાતા આઈસીયુ બેડ અને ઓક્સિજન બેડની કમી હતી. જોકે, હવે મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પાછા જઈ રહ્યા છે, જેથી બેડ પણ ખાલી થઈ રહ્યા છે. તેથી વધુને વધુ ગંભીર દર્દીઓને સારવાર મળી શકશે. હાલ રાજ્યમાં 786 લોકો વેન્ટિલેટર પર છે.

હવે સરકારે 5 કામ કરવા પડશે
​​​​​​​
​​​​​​​1. રસીકરણ વધારવું પડશે. હાલ રાજ્યમાં 1.35 કરોડને રસી અપાઈ છે. મોટા શહેરોને છોડી દઈએ, તો નાના શહેરો અને ગામોમાં રસી મળી નથી રહી.
2. ગામડાં પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. બીજી લહેરની અનેક ગામોમાં ભારે અસર છે.
3. રાજ્યમાં ટેસ્ટ વધારવા પડશે. ટેસ્ટની સંખ્યા ઘટાડવાથી સંક્રમણ ફરી વધી શકે છે.
4. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કડકાઈ રાખવી પડશે.
5. ભીડભાડ વાળા અાયોજનોને મંજૂરી ન અાપવી જોઇઅે. રાતની ભીડ પર કાબૂ રાખવો પડશે

અન્ય સમાચારો પણ છે...