તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાસ્તવિક સ્થિતિ અલગ:હોસ્પિટલોમાં બેડની સ્થિતિ ઓનલાઈન દર્શાવવાનું ધુપ્પલ

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
માણસા સિવિલમાં કોરોનાની સારવાર બંધ જ રહી હતી, જે બાદ બે દિવસ પહેલાં જ અહીં દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે. - Divya Bhaskar
માણસા સિવિલમાં કોરોનાની સારવાર બંધ જ રહી હતી, જે બાદ બે દિવસ પહેલાં જ અહીં દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે.
 • સાઈટ પર દર્શાવાતા આંકડા
 • માણસા સિવિલમાં ખાટલા ખાલી પણ તંત્રની સાઈટ પર ફૂલ દર્શાવી રહ્યા છે, સાઈટ અપડેટ કરાતી નથી

ગાંધીનગર સહિત રાજ્યભરમાં કોરોના સ્થિતિ ભયાવહ છે. ટેસ્ટિંગ સેન્ટર, હોસ્પિટલો, સ્મશાનમાં પણ વેઈટિંગની સ્થિતિ છે. રાજ્યભરમાં થયેલા હાહાકાર બાદ સરકાર દ્વારા હોસ્પિટલોમાં બેડની સ્થિતિના આંકડા ઓનલાઈન આપવાનું શરૂ કરાયું હતું. જેમાં પણ સાઈટ પર બતાવવામાં આંકડા અને વાસ્તિવક સ્થિતિ અલગ હોવાની અનેક વખત ફરિયાદો ઊઠી છે.

ગાંધીનગરમાં કોર્પોરેશન અને કલેક્ટર કચેરીની સાઈટ પર કોરોનાની સ્થિતિને લગતી લીંક જોઈ શકાય છે. કોર્પોરેશનની સાઈટ પર 4 મે સાંજે 6.15 વાગ્યે ચેક કરાયું તો 3 મે સાંજે 5 વાગ્યાની સ્થિતિ પ્રમાણે લખાયેલું દેખાયું હતું. માણસામાં અગાઉ 8 બેડ સાથે કોરોનાની સારવાર શરૂ કરાઈ હતી, જે બાદ માણસામાં નમો કોવિડ કેર સેન્ટર શરૂ થયું હતું. જે 4-5 દિવસ ચાલ્યા બાદ ઓક્સિજનના અભાવે 23 એપ્રિલના રોજ બંધ થઈ ગયું હતું.

જોકે માણસા સિવિલમાં કોરોનાની સારવાર બંધ જ રહી હતી, જે બાદ બે દિવસ પહેલાં જ અહીં દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે. જેમાં મંગળવારે સાંજે 4 જેટલા દર્દી દેખાયા હતા, જોકે તંત્રની સાઈટ પર માણસા સિવિલ ખાતે ઓક્સિનની સુવિધા સાથેના 9 બેડ ફૂલ બતાવતા હતા.

કલોલ સીએચસી સેન્ટર ખાતે ઓક્સિજન સપ્લાય સાથે 7 બેડ સહિત કુલ 15 બેડની સુવિધા બતાવે છે. તમામ બેડ ખાલી દર્શાવે છે અને ખરેખર કલોલ સિવિલમાં હાલ એકપણ દર્દી દાખલ નથી. એક તરફ ઓક્સિજનની સુવિધા માટે દર્દીઓ દોડાદોડ કરે છે ત્યારે કલોલ ખાતે ઓક્સિજનની સુવિધાવાળા 7 બેડ ખાલી કઈ રીતે હોય શકે તે એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો