માલધારી સમાજમાં રોષ:રખડતા ઢોર પકડવાની કામગીરી સામે માલધારી સમાજમાં રોષ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન

ગાંધીનગર23 દિવસ પહેલા
  • રખડતા ઢોર પકડવાની કામગીરી સામે માલધારી સમાજમાં રોષ, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન

કોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી સાથે સરકારી જગ્યામાં બનેલા તબેલા દુર કરવાની કામગીરી શરુ કરાતા માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. જેનાં પગલે આજે માલધારી સમાજ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે.

જીવલેણ અકસ્માતની ઘટનાઓ પણ ઘટી
રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા વકરી રહી હોવાથી તેમજ રખડતા ઢોરના કારણે જીવલેણ અકસ્માતની ઘટનાઓ પણ ઘટી રહી છે. ત્યારે કોર્ટના આદેશ બાદ રાજ્યની નગરપાલિકાઓ ધ્વારા રખડતા ઢોરો પકડવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી ગેરકાયદેસર તબેલા દુર કરવામાં આવી રહ્યા છે. જેનાં પગલે માલધારી સમાજમાં વ્યાપક રોષ ફેલાયેલો છે.

પકડ્યા પછી છોડવામાં ન આવતાં રોષ
એમાંય રખડતા ઢોર પકડયા પછી તંત્ર ધ્વારા છોડવામાં પણ નહીં આવતાં માલધારી સમાજ સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગયો છે. ગુજરાત પશુ નિયંત્રણ બિલ 2022નો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બિલને લઇને માલધારી સમાજના આગેવાનોએ સરકારને ફરી વિચારણા કરવા કહ્યું છે. ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા રખડતા પશુ બિલને રાજ્ય સરકાર પાછું ખેંચી ખેંચવાની માંગ માલધારી સમાજ કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા અમલી બનેલા આ કાયદાને લઈને માલધારીઓ વિરોધ કરી રહ્યા છે.

માલધારી સમાજ માટે પણ જગ્યા ફાળવવામાં આવે
આજે સત્યાગ્રહ છાવણી એકઠા થયેલા માલધારીઓએ માંગ કરી હતી કે માલધારી સમાજ ગામડામાં વસવાટ કરતો હતો. જેમ જેમ શહેરીકરણ વધતું ગયુ તેમ તેમ માલધારી સમાજ શહેર તરફ આવતો ગયો. શહેરમાં જેમ બાગ-બગીચા માટે જગ્યા ફાળવવામાં આવે છે તેમ માલધારી સમાજ માટે પણ જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી છે.માલધારી સમાજ માટે ભૂતકાળમાં કૉંગ્રેસે ઓઢવ, જશોદાનગરમાં વસાહત ઊભી કરી હતી. માલધારી સમાજ ક્યારેય પણ ઇચ્છતો નથી કે, કોઈ પશુથી રાહદારીનું અવસાન થાય પણ સરકારે તેની વ્યવસ્થા કરવી જોઈએ.

50 ટકાથી વધુ ગામડામાં 50 ટકા જેટલી ગૌચર જમીન છે
હાલની પરિસ્થિતિમાં ગુજરાતના 2300 ગામડામાં જીરો ટકા ગૌચર જમીન છે, જ્યારે 50 ટકાથી વધુ ગામડામાં 50 ટકા જેટલી ગૌચર જમીન છે. ગૌમાતા એ હિન્દુ સંસ્કૃતિની ધરોહર છે. સરકાર ચૂંટણી આવે ત્યારે ગૌમાતાને આગળ રાખી મત લે છે. આવા સંજોગોમાં સરકાર સત્વરે યોગ્ય નિર્ણય લઈને અમારી માંગણીઓ પૂર્ણ કરે તેવી માલધારી સમાજ દ્વારા માંગણી સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...